________________
સ્પર્શથી શુભાશુભ કથન કરેલું છે. જેટલું આખા અંગ ઉપર વિચારતું તેટલું બધું જ કેવલ હાથ ઉપરથી વિચારેલું છે, તે વિશેષતા છે. બાકી આ ગ્રંથના પહેલા અને બીજા વિમર્શથી અંગવિદ્યાનું જ જ્ઞાન થાય છે.
સ્વપ્નશાસ્ત્ર એ શબ્દ સાંભળતાં જ કેટલાકને સુગ ચઢે તેમ છે. સ્વમ આવવું એ સ્વભાવ છે. અને હજારો સ્વમ આવે છે, જ્યારે તેના ફળ સ્વરૂપ કશું જ થતું નથી, એમ ઘણને અનુભવ છે. એટલે સ્વમ ઉપરનું શાસ્ત્ર હોઈ શકે જ નહિ. જે કેઈ સાધારણું બુદ્ધિવાળા માણસને પૂછો તે તે પણ કહી શકે કે ખુબ ખાધું હોય, અથવા મનમાં વિચાર કરતાં કરતાં સુઈ ગયા હાઈ એ તે સ્વમ આવે, અને જે તેમ બાહ્ય કારણથી સ્વોની ઉત્પત્તિ છે, તે તે શુભાશુભ ફળનાં નિદર્શક કેવી રીતે બને?
પરંતુ વાસ્તવિકમાં તેમ નથી. જેને સ્વપનશાસ્ત્ર કહેવામાં આવે છે, તે જોતાં તે માલુમ પડે છે કે આ શાસ્ત્રના રચયિતાઓએ ઘણે લો વિચાર કર્યો છે. તેઓએ વિદ્યકશાસ્ત્રના નિયમે અનુસાર પ્રકૃતિના ભેદથી કયે માણસ કેવાં સ્વમ સ્વાભાવિક રીતે જુએ છે, તેને ઉલ્લેખ કર્યો છે. ત્યાર બાદ ઈષ્ટકાર્યની ચિંતા મટાડવા માટે અમુક માંત્રિકવિધિ કરી ત્યાર બાદ સ્વપ્નની ઈચ્છા રાખી છે. અને તે ઉપરથી શુભાશુભને વિચાર કરેલો છે. આ બધું જોતાં તે તે વૈજ્ઞાનિકપદ્ધતિ માલુમ પડે છે. અમુક માંત્રિકવિધિ એટલે મનને સંસ્કૃત કરવું, એમ અર્થ છે. જેઓ માનસશાસ્ત્રમાં માનનાર છે. અથવા માનસશાસ્ત્રના નિષ્ણાત છે, તેમના મત મુજબ સંસ્કારિત મન એટલું બધું બળવાન બને છે કે તે જડ વસ્તુઓનું પણ ભેદન કરી તદંતર્ગત વસ્તુનું જ્ઞાન કરે છે. જે તેમ છે, તે જરૂર સંસ્કારિત મન ભાવિના ભેદનું જ્ઞાન કરાવી શકે છે. સ્વશાસ્ત્રને આધાર આ સિદ્ધાન્ત ઉપર છે. બાહ્ય ઈન્દ્રિયેને સંકોચ થતાં મનને વિકાસ થવાથી તે ભૂત, વર્તમાન તથા ભવિષ્યવસ્તુના જ્ઞાનનું કારણ બને છે એવી જે મેઘવિજયજી મહારાજે વ્યાખ્યા કરી છે, તે એકદમ સંગત છે. વૈજ્ઞાનિક છે. અને સનશાસ્ત્રના રચયિતાઓએ આ વસ્તુને ઉડે ખ્યાલ રાખેલ છે. તેઓ કહે છે કે –
स्वप्नं चतुर्विध मोक्तं दैविकं कार्यसूचकम् । द्वितीयं तु शुभस्वप्नं तृतीयमशुभं तथा ॥