________________
ઉપસંહાર આ ગ્રંથમાં દર્શાવેલી પદ્ધતિ પૂર્વકનું ફળ ઘટતું હશે કે નહિ તે સવાલ નિરર્થક છે. જીજ્ઞાસુએ ઘટાવવા પ્રયત્ન કરી લેવાથી જ તેની ખાત્રી થશે, છતાં એક હકીક્ત વિચારતાં તેને આપેલું “સિદ્ધજ્ઞાન” નામનું વિશેષણ સાર્થક છે. એક રીતે જેવા જતાં આખા ગ્રંથની હકીક્ત બાલિશ અને યુતિશૂન્ય માલુમ પડે. કારણ હાથના અમુક અમુક સ્થાનનું શુભાશુભ તેના લક્ષણ મુજબ સદા એક સરખું જ રહેવાનું છે. જ્યારે ગ્રંથકાર તે દ્વારા પ્રશ્નકાલની તિથિ, વાર સમય ઈત્યાદિથી કયું વર્ષ કર્યો માસ ઇત્યાદિ શુભાશુભના કાલને નિર્ણય કરતાં ઠેઠ ઘટિ-પળ સુધી પહોંચી જાય છે. આમાં જુદા જુદા વખતે જુદું જુદું આવે, અને એક જ માણસને જુદું જુદું ફળ એક જ વિષયના પ્રશ્નનું કહેવું પડે, પરંતુ ગ્રંથકારે હૃદયની પવિત્રતા તથા દેવલ ઉપર વધારે જોર આપ્યું છે, અને તેવા ઈષ્ટ્રબળ દ્વારા કુલ કહેનારની વાણી મિથ્યા ન જાય. જેને દેવકૃપા હોય તેને માટે વાકસિદ્ધિમાં શંકા નથી રહેતી, તેથી આ ગ્રંથમાં કહેલી પદ્ધતિ યુક્તિસંગત અને સાચી બની જાય છે, અને વારંવાર નૈમિત્તિકે માટે એક જ વસ્તુની ઘોષણા કરે છે, કે પિતાની વાણીની સફળતા માટે ઈબળ મેળવે. ઈશ્વરની કૃપા મેળવો. પવિત્રાત્મા બને.