________________
આમુખ
આ ગ્રંથ શ્રી મેઘવિજયગણિએ ક્યારે લખે તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. કારણું ગ્રંથમાં ક્યાંય તેવો ઉલ્લેખ નથી. પરંતુ ભાગ્યમાં સંવત ૧૭૩૭ ની સાલનાં ઉદાહરણ છે. તેમજ ગ્રંથકારની લેખન પ્રવૃત્તિ સંવત ૧૭૧૪ થી શરૂ થઈ સંવત ૧૭૬૦ સુધી પહોંચેલી છે. એટલે ૧૭૩૭ ની આજુ બાજુમાં મૂળગ્રંથ તથા તેનું ભાષ્ય પુરું થયું હશે. મૂળની તેમજ ભાષ્યની રચના જોતાં અનુમાન થાય છે કે, ગ્રંથકારે સર્વ પ્રથમ મૂળગ્રંથ લખી કઈ કઈ કઠીન સ્થળે ટીપણું રૂપ ભાષ્ય લખ્યું હશે, પરંતુ ત્યાર બાદ ઘણા વખત પછી ગ્રંથકારે સામુદ્રિકલહરી નામથી ભાષ્યની
જના કરી છે, અને તેમાં મૂળ તેમજ ટીપ્પણી રૂપે જેલા ભાષ્ય બંનેની ઉપર ભાણ કર્યું છે.
સામુદ્રિકલહરી ભાષ્ય તેમણે શા માટે લખ્યું? તે વિષયમાં તેઓ લખે છે કે वाराणसीपुरि वसन् कविजीवरामः प्रोद्दामबुद्धिरभिरामतयातिकामः । हेतुर्बभुव मवने विकृतेरमुष्या अत्याग्रहेण अणनादति तीक्ष्णमत्या ।।
उपाध्यायो नाम्ना स भुवि विजयी मेघविजयः कृतास्योपज्ञासौ विवृतिरमला येन मुभगा यदेतस्यां मिथ्या कथनमथन स्पष्ट मुदित
विशुद्धथै बुद्धयै वा न तु सुमनस्तस्य जयिनः ॥ અર્થાત-વારાણસી નગરીના રહીશ, વિશાળ બુદ્ધિવાળા શ્રેષ્ઠ પુરુષ જીવરામ કવિએ તીક્ષ્ણ બુદ્ધિથી વિચારી આ ગ્રંથની ટીકા કરવા અત્યાગ્રહ કરી આ ટીકા થવામાં કારણ થયા છે.
ઉપાધ્યાય મેઘવિજય એ આ સુભગ નિર્મળ વિવૃત્તિ પિતે કરી છે. આ ટીકામાં કાંઈ પણ જે મિથ્યા કથન હોય અથવા કંઈક અસ્પષ્ટ રહી ગયું હોય તે તે વિજયી મેઘવિજય દોષપાત્ર નથી, પરંતુ તે બુદ્ધિની વિશુદ્ધિ માટે છે.
ગ્રંથકારને મંત્ર તંત્ર તેમજ તિષશાસ્ત્રને સારો પરિચય તથા વ્યાસંગ હોય