________________
૨૨
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું કેઈની જીગર ચાલતી નથી. વાચકે! એક ટેપીની પચાસ રૂપિયા કિંમત ! એ ટેપીમાં કાંઈ સેનું, રૂપુ, ઝવેરાત, મણી, માણેક કે કાંઈ પણ જડેલું નથી, ફક્ત રેશમની ભરેલી ટોપી છે. બે ત્રણ રૂપિયાનો માલ છે, છતાં પચાસ રૂપિયા કિંમત! તે તે કેવું ભરત ભર્યું હશે? તે તે ભરનારી અને જેનારા જ સમજી શકે. હરેક સ્ત્રીએ હરેક કળામાં પ્રવીણ થવું જ જોઈએ.
ટોપીની વાત શહેરમાં ચર્ચાતી રાજાના પ્રધાન ગુણસાગરને કાને પડી, એ પ્રધાન ટોપી જેવા માટે તરત બજારમાં ગયે. ટોપીને જોતાં જ ભરનારીનું કળા-કૌશલ્યપણું
ઈ સ્વસ્વાર્થમાં મુગ્ધ બનેલે પ્રધાન વિચારવા લાગ્યો કે “આ ટેપીનો ભરનારી સ્ત્રી પવિણી હોવી જોઈએ. જેના ઘરમાં આ સ્ત્રી હોય તે કદાચ ભીખારી હોય તે પણ અવશ્ય રાજા થાય, માટે આ ટેપી લઈ કઈ પણ પ્રપંચથી તે સ્ત્રીને હું મારા તાબામાં કરું તે હું આખા જગતની માલીકી ભેગવનારો થાઉં એમ ચિંતવી પ્રધાન તે ટોપીની કિંમત પૂછી પચાસ રૂપિયા વીરસેન કુમારને આપવા લાગ્યા. કુમારે પૂછ્યું કે “તમે કેણ છો?” પ્રધાને જણાવ્યું કે “હું રાજાને મુખ્ય માનીતે પ્રધાન છું.” ત્યારે ભકિકભાવે કુમારે જણાવ્યું કે રાજાના પ્રધાન હો તે ભલે હો.. પણ મારી સ્ત્રીએ કહ્યું છે કે પ્રધાનને ટોપી આપવી નહિ; તેથી, હું તમને આપીશ નહિ.” પ્રધાને ઘણું આજીજી કરી, અને ડમ્બલ કિંમત આપવા લાગે, પણ કુમારે તે ટોપી ન જ આપી ધણીને કેઈ ધણી છે. એટલે હતાશ થયેલ પ્રધાનદીલગીર થતે પાછો ફર્યો.