________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૫ મું ૧૦૭
અર્થાતુ-પુરૂષ વિપત્તિની ખાણ છે, પુરૂષ નરકને રસ્ત છે, પુરૂષ પાપનું મૂળ છે, પુરૂષ પ્રત્યક્ષ રાક્ષસ છે.
પણ આમ એક-બીજાને ભાંડવાથી શું? વાસ્તવિકમાં નથી સ્ત્રી નરકની ખાણ કે નથી પુરૂષ નરકની ખાણ. નરકની ખાણ એક માત્ર પોતાની મલિન ભાવના અને પાપ વાસના છે. પુરૂષને સ્ત્રી પરથી વૈરાગ્ય થાય એટલા ખાતર જે સ્ત્રીને માટે હલકા શબ્દ વપરાયા હોય તે સ્ત્રીને પુરૂષ પરથી વૈરાગ્ય થાય એટલા માટે પુરૂષ માટે પણ હલકા શબ્દો નહિ વપરાય છે? માટે પોતાની દુર્બળતાને રોષ બીજા પર નાખવા કરતાં પિતાની જ નબળાઈનું અવલોકન કરી તેનું સંશોધન કરવું એ જ ડહાપણ ભર્યું છે.
- આજની કન્યાઓ એ આવતી કાલની માતાએ છે, એટલે તેમને પુસ્તકીય જ્ઞાનની તો જરૂર છે, પણ ગૃહ શિક્ષણની, માતૃત્વ શિક્ષણની અને સદાચાર શિક્ષણની એથીય વધારે જરૂર છે. વિદ્યા શિક્ષણ અને સદાચાર, શીલ સંયમ અને લજા, બળ હિંમત અને વિવેક, પતિ ભક્તિ સેવા અને ડહાપણ એ રમણીની રમણીય વિભૂતિ છે, લલનાનું લલિત લાવણ્ય છે, સુંદરીનું સુંદર સૌદર્ય છે, અને સતીત્વનું સરસ સૌરભ છે. આવી ગૃહિણી એ ગૃહને દીવે છે, એ જ ગૃહ છે.
આવી ઉચાત્મા ગૃહિણને ઉદ્દેશીને જૈનાચાર્ય શ્રી અમરચંદ્રસૂરિજી એ કહ્યું હતું કે
अस्मिन्नपारे स सारे, सार सारङ्गलोचनाः ।। ચરવૃક્ષિપ્રમવા તે, વસતુપુત્ર ! મારશા: ૨