________________
જ્યોતિષ વિભાગ
૨૬૧ છેલ્લા પર્વ કરતા કનિષ્ટા અંગુલી ૧ જવ ઓછી હોય તો પત્ર બે જવ ઓછી હોય તે ૪૦ ત્રણ જવ ઓછી હોય તો ૩૦ અને ચાર જવ ઓછી હોય તે ૨૦ વર્ષનું આયુષ્ય જાણવું.
સ્વપ્નનું સ્વરૂપ શ્રી ભદ્રબાહુ સ્વામી કહે છે કે હે મુનિઓ? હું તમને સવપ્નનું રહસ્ય કહું છું તે સાંભળે –
જેનામાં લેમ્બ વધારે હોય તેવા જીવો જલ, કમલ, ધાન્ય, મણિ, મેતી તથા પ્રવાલાનાં સ્વપ્ન જુએ છે જેનામાં પિત્ત પ્રબલ હોય તેવા જ સ્વપ્નામાં રાતાં અને પીળાં દ્રવ્યો જુએ છે.
सिंहव्याघ्रगजैर्यु कतो, गोवृषाश्चैनरैर्युतः । रथमामारुह्य यो याति, पृथिव्यां स नृपो भवेत् ॥ १ ॥
અથ–જે માણસ સ્વપ્નમાં સિંહ, વ્યાધ્ર, હાથી ગાય, બેલ, ઘેડા અને માણસે સાથે રથમાં બેસીને જાય છે, તે પૃથ્વીમાં રાજા થાય છે.
पुष्करिण्यास्तु यस्तीरे, भुझजीत शालिभोजनम् । वेत गजं समारूढः, स राजा हचिराद भवेत् ॥ २॥
અથ–જે માણસ વાવડીને કાંઠે સ્વપ્નમાં શ્વેત હાથી પર ચડીને શાલિનું ભજન કરે તે માણસ તત્કાલ રાજા થાય છે.
જે માણસ સ્વપ્નમાં સુવર્ણ અથવા રૂપાના પાત્રમાં ભેજન કરે તે માણસ તત્કાલ દરિદ્રી થઈ જાય છે. જે માણસ સ્વપ્નમાં મહેલ પર ચડીને ભૂમિ પર પડે તે માણસની સ્ત્રીનું મૃત્યુ થાય