________________
૩૨૧
૬૩ જે માણસના હાથનું તળિયું રેખા વિનાનું અથવા ઘણું
રેખાવાળું હોય તે માણસ અલ્પ આયુષ્યવાળો નિર્ધન
અને દુઃખી હોય એમાં સંશય નથી. ૬૪ જે માણસની ટચલી આંગળી અનામિકા અંત્ય રેખાથી
અધિક હોય તેને ધનની વૃદ્ધિ થાય તથા મોસાળને
પક્ષ માટે હોય. ૬૫ મણીબંધથી (કાંડાથી) પિતાની રેખા તથા હથેળીની
નીચેથી. (ટચલી આંગળી અને કાંડાની વચ્ચેના ભાગથી) ધન અને આયુષ્યની રેખા ચાલે છે. ત્રણે રેખાઓ તજની અને અંગુઠા વચ્ચે જાય છે. તે ત્રણે રેખાઓ જેમને સંપૂર્ણ તથા દેષ રહિત હોય તેઓના ગેત્ર,
ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવાં. ૬૬ આયુષ્યની રેખાથી જેટલી જેટલી આંગળી ઓળંગાય
તેટલા તેટલા પચ્ચીસ પચ્ચીસ વર્ષોનું આયુષ્ય પંડિત
લકોએ જાણવું. ૬૭ અંગુઠાના મધ્ય ભાગમાં જે જવ હોય તે વિદ્યા,
પ્રખ્યાતિ અને ધન મળે. વળી જે તે જમણા
અંગુઠામાં હોય તે શુકલ પક્ષમાં જન્મ જાણો. ૬૮ લાલ આંખેવાળાને સ્ત્રી તજતી નથી. સેના સરખી
પીળી કાંતિવાળાને ધન તજતું નથી. લાંબા હાથવાળાને
મેટાઈતજતી નથી અને પુષ્ટ માણસને સુખ તજતું નથી. ૬૯ માં ચીકાશ હોય તે સૌભાગ્ય મળે. દાંતમાં ચીકાશ
હોય તે ઉત્તમ ભોજન મળે. શરીરમાં ચીકાશ હોય તે સુખ મળે. પગમાં ચીકાશ હોય તે વાહન મળે.