________________
૩૨૮
સેનેરી રંગ આ રંગ પરસ્પર પ્રેમ અને બંધુભાવ પેદા કરનાર અને નૈતિકબળ વધારનાર છે. આ રંગના આગ્રહી સ્ત્રી-પુરૂષે સત્યને ચાહનારા અને દંભીઓથી દૂર રહેનારા હોય છે. તેઓ વૈભવમાં રહેવાનું પસંદ કરે છે. અને તે મળી પણ જાય છે.
ગુલાબી રંગ આજકાલ ભેજન ખંડમાં વધારે દેખાવા લાગે છે. કહેવાય છે કે આવા ઓરડામાં જમવાથી ખોરાક પ્રત્યે રુચિ વધે છે અને તંદુરસ્ત કહેવાય છે. આ રંગની પસંદગી કરનારા નિખાલસ માલુમ પડયા છે. - ઘેર લાલ રંગ પસંદ કરનારા સ્વભાવે ગરમ, હઠીલાં અને અમુક અંશે વાચનાયુક્ત પણ હોય છે. લાલરંગી પોષાક ઉત્તેજક હોવાથી તેમને સ્વભાવ તીખે જરાક વારમાં ઉશ્કેરાઈ જાય તે લડાયક હોય છે.
ઘેરો લાલ રંગ આ રંગ જેને પસંદ હોય એવા સ્ત્રી-પુરૂષે મેજીલા સ્વભાવના અને મેટે ભાગે તંદુરસ્ત હોય છે.
જામલી રંગ આ રંગ શુભ વિચારો આપે છે. ક્યારેક છુપ પ્રેમ દર્શાવવાના કારણરૂપ પણ બને છે. આ રંગના વસ્ત્ર પ્રિય હોય એવા સ્ત્રી પુરૂષે અમુક બાબતમાં પ્રમાદી-આળસુ પણ હોય છે. આ રીતે રંગેની પસંદગીની માનવ જીવન પર સચેટ અસર અને પ્રભાવ હોય છે. પણ આ રંગોની પસંદગી કુદરતી હોવી જોઈએ. દેખાદેખીના આ યુગમાં વસ્ત્રના રંગ અને ઘરના ઓરડામાં લગાડવામાં આવતા રંગે પાછળ ખાસ વિચાર કરતા નથી.