________________
૩૩૦
ગણુને તેનાથી તેઓ દૂર રહેવાનું પસંદ કરે છે. આવી લક્ષ્મી. તેઓ કેઈ સંજોગોમાં ઈચ્છતા કે સ્વીકારતા પણ નથી.
નારંગી રંગ નારંગી રંગ સ્ત્રીઓને ખાસ ગમે છે. જેઓ આ રંગને પિતાને રંગ માને છે તેઓ આનંદપ્રિય, સ્નેહમય અને મૈત્રીપૂર્ણ સ્વભાવને પરિચય આપે છે. આ રંગ પસંદ કરનારી સ્ત્રી સ્વભાવની રંગીન હોય છે. એ કડક, કર્કશ કે પછી સખ્ત જણાતી નથી. મિત્ર બનાવવાની કળા તેને સ ધ્ય હોય છે. મિત્રને તે જાળવી રાખે છે. એ દરેક પ્રતિ નિખાલસતા અને પ્રેમથી વાત કરે છે. તેનું વર્તન રૂદ્ર. નહિ, પણ સૌમ્ય જ હોય છે.
આ રંગ જેને પ્રિય છે તે સ્ત્રી બાંધછોડની નીતિમાં માને છે. કેઈ બનાવ તરફ એ પોતાની નારાજી વ્યક્ત કરે છે ખરી, પણ સાથે જ તે ક્ષમાભાવ પણ બતાવી દે છે. ઘટનાને, ઘર્ષણને એ તરત ભૂલી પણ જાય છે. એનું મન સારું હોય છે. એની નરમાશને અંગે લેકે માને છે કે એ ઢીલી છે, પણ વાસ્તવિક તેવું નથી.
નારંગી રંગની સ્ત્રી સ્વભાવમાં ઉમદા અને ખેલદિલવાળી હોય છે. ખર્ચમાં તે ઉડાઉ જણાઈ નથી. પસંદગીનું ધેરણ ઉચ્ચ અને તેનામાં વ્યવસ્થા કલાની રુચિ જણાય છે.
પુરૂષને પણ નારંગી રંગ ગમે છે. કેટલાક એવા માણસે હોય છે કે જેઓ પિતાના ઘરના શણગારમાં નારંગી રંગને જ મહત્વ આપે છે. સ્ત્રી તે નારંગી સાડી પહેરી શકે, બ્લાઉઝ પણું, પરંતુ પુરૂષ આવા રંગનું પેન્ટ-પાટલુન–કોટ પહેરી શકતો નથી એટલે તે આ રંગ પ્રતિની પિતાની રૂચિ ઘરના શણગારમાં તકીયાની ખોલમાં વસ્તુઓની પસંદગીમાં બતાવે છે.