________________
૩૦૭ પુરૂષ ઘણા જ ભાગ્યશાળી અને સુખી હોય છે. ટૂંકી ભરાવદાર સાથલવાળા જ્યાં જાય ત્યાં મેટાઈ અને માન પામે. લાંબી સાથલવાલાનું લાંબુ આયુષ્ય હોય છે. જાંગ ૧૮ આંગળ અને ઢીંચણ નીચેને પગ ૩૨ આંગળ લંબાઈમાં હવે જોઈએ. તે સિવાયના પગ અને સાથલવાલા દુઃખી હોય છે.
(૪) સ્ત્રીનું રજ લાલ ચડી જેવું દુર્ગધ વગરનું તથા કપડા ઉપર ડાઘ ધોવાથી તુરત જતું રહે તેવું હોય તે તે સ્ત્રી ઘણું જ ભાગ્યવાન, ધનવાન, ગુણવાન, સંતતિને પેદા કરનારી થાય છે. તેથી વિપરીત હોય તો તેનું ફલ પણ વિપરીત જાણવું.
(૫) નિતંબ એટલે કુલા –દેડકા જેવા કુલાવાળે ધનવાન અને સુખી થાય. વાંકાચૂંકા કુલાવાળે નિર્ધન અને દુઃખી થાય, એક કુલે ઊંચો અને એક કુલે નીચે હોય -તે શિકારી જાનવરથી મેત થવાનો સંભવ રહે. સ્ત્રીઓના કુલા તે મેટા જ હોવા જોઈએ.
(૬) પેટ-સમાન પેટવાલા સુખી. લાંબા કે ઘડા જેવા પેટવાલા દુઃખી. જેના પેટ પર એક આડી રેખા હોય તે તે હથિયારથી મરે છે. બે રેખા હોય તે વિલાસી. ત્રણ રેખા હોય તે ધર્માત્મા થાય. ચાર હેાય તે ઘણી પ્રજાવાળો. આડી અવળી રેખાઓ હોય તે વ્યભિચારી અને ઉભી રેખા હેય તે પંડિત થાય તથા રેખા વગરને હેય તે તે સંન્યાસી બને. સ્ત્રીના પેટ પર ત્રણ રેખાઓ આડી પડેલી હેય તે ઘણું જ સુખી હેય. સ્ત્રી કે પુરૂષને ગુપ્તાંગથી નાભી સુધીની લંબાઈ ૧૨ આંગળની હોય તો તેઓ ધનવાન, પુત્રવાન, ભાગ્યવાન અને દરેક રીતે ઘણા જ સુખી હોય છે.