________________
૩૧૧
સ્ત્રી કે પુરૂષ એ બને બત્રીસ લક્ષણવાળા હોઈ શકે છે. બત્રીસ લક્ષણ આ પ્રમાણે જાણવા. બે પહોળા હોવા જોઈએ. લલાટ અને ખભા. ત્રણ ઊંડા હોવા જોઈએ ઘૂંટી, અવાજ અને મન. છ ઊંચા હોવા જોઈએ છાતી, નખ, કાન, નાકનો છેડે, મેઢાની ફાડ અને હથેલીઓ. ચાર ટુંકા હોવા જોઈએ. ગુપ્તાંગ, ગળું, ચાર આંગળની જાંઘ એટલે સાથલ અને પીઠ. સાત રાતા. આંખના છેડા, પગ તળીયા, હાથના તળીયા, હેઠ, જીભ, નખ અને તાળવું, પાંચ લાંબા-દાઢી. આંખો, હાથ, નાક, સ્તન (સ્ત્રીના સ્તન કઠણ અને ઉન્નત હોવા જોઈએ). પાંચ પાતળા-દાંત, વાળ, ચામડી, નખ, પેઢા. આ બત્રીશ લક્ષણ જેમાં હોય તે સ્ત્રી કે પુરૂષ ઘણું જ ભાગ્યશાળી, ધમી, ઉદાર અને સુખી હોય છે. એ બત્રીસમાંથી જેટલા ઓછા હોય તેટલા ઓછા ફળને પામે છે.
પહોંચા પાસેથી નીકળી અંગુઠે તથા અંગુઠાની જોડેની પહેલી આંગળી વચ્ચે જે રેખા જાય છે તે ત્રરેખા કહેવાય છે. એ રેખા સુંદર હોય તો તેનું કુટુંબ મેટું અને વિશાળ આબરૂવાળું હોય છે, પણ જે તે રેખા તુટક છેદવાલી હોય તે નાનું કુટુંબ અને વેર-વિખેર થયેલું દુઃખી હોય છે. આ રેખા સારી હોય તે જ કુટુંબનું સુખ હોય છે. પિતાનું સુખ અને આયુષ્ય પણ એ રેખાથી જોવાય છે. ગોત્રરેખા જે સુંદર હોય તે જીંદગીને પહેલો તથા ત્રીજો ભાગ, ધનરેખા સુંદર હોય તે વચલો ભાગ અને આયુરેખા સુંદર હોય તે જીંદગીને છેલ્લે ભાગ સુખવાલા હોય છે અને એ ત્રણે રેખા સુંદર હોય તો આખી જીદગી સુખમાં જાય છે.
ગોત્રરેખા શુકના પર્વતને ઘેરો લઈ મણુબંધ તરફ જતી હોય તો તે ઉત્તમ કહી શકાય, પણ જે અંગુઠાની