________________
૩૧૦ ઝઘડાખોર, મેટા કાનવાલા પ્રખ્યાત અને સુખી થાય, પુષ્ટ કાનવાળા આનંદી, ઘણું વાળવાળા-કાનવાળા તંદુરસ્ત અને લાંબા આયુષ્યવાળા થાય. જેના કાન પર નો તરતી દેખાય તે દુર સ્વભાવના હોય છે.
(૧૪) આંખ-અણીદાર આંખેવાળા ધનવાન, ગળ આંખેવાલા ચાર થાય. આંખના ખુણા લાલ હોય તે ધનવાન, મધ જેવા રંગના હોય તે ધનવાન, બિલાડી જેવી માંજરી આંખોવાળા પાપી, અંગારા ઝરતી આંખોવાલા સુર કર્મ કરનાર, ઘણી કાળી કીકી હોય તે અંધાપે આવે.. ઉંડી આંખવાળા ઘણા જ વૈભવશાળી થાય. મોટી આંખવાળા. શક્તિશાળી. પણ જેવી આંખવાલા પ્રભાવશાલી થાય.
(૧૫) કપાળ-અર્ધા ચંદ્ર જેવું કપાળ ધનવાન બનાવે. છીપ જેવું લંબચોરસ કપાળ જ્ઞાની બનાવે, કપાળમાં ત્રિશુળ. જેવી નીશાનીથી ભાગ્યવાન, ઊચું કપાળ મોટાઈ અપાવે. વાંકું પાળ નિર્ધનતા અપાવે. ઘણી નાડીઓ દેખાતી હોય તેવું કપાળ અધમી તથા વ્યભિચારી બનાવે, કપાળમાં ખાડો, હોય તે હથિયારથી મરે. ગેળ કપાળ લોભી બનાવે, કપાળમાં ત્રણ આડી રેખા આખી પડી હોય તો તેનું ૧૦૦ વર્ષનું આયુષ્ય. ચાર હોય તે ૯૫ વર્ષ. પાંચ હોય તે ૭૦ વર્ષનું. ૬ હોય તે ૫૦ વર્ષનું આયુષ્ય સમજવું. તેવી રેખા તથા ટુટક ટુટક હોય તે ટુંકું આયુષ્ય સમજવું. કપાળ, નાક, કાન. એ ચાર આંગળ લાંબા હેવા જોઈએ.
(૧૬) હેઠજે હઠ લાલ હોય અને નીચલે હેડ એક આંગળ જાડે અને ઉપલે હોઠ અર્ધ આંગળ જાડા તથા. મેઢાની ફાડ ચાર આંગળ લાંબી હોય તે તે ઘણે ભાગ્યશાળી સમજવા.