________________
૨૯૩
મળશે. મન ચિંતામાં ગરકાવ રહે છે. ભાઈઓથી જુદાઈ થશે. મકાન બનાવવાનો ઇરાદો કરે છે તે પાર પડશે. જમીનથી તમને ફાયદો થશે. આવક કરતાં ખરચ વધારે થાય છે. તીર્થોની યાત્રા કરવાની અભિલાષા છે તે પૂર્ણ થશે. જે ધર્મના કાર્યો કરવા ચાહો છો તે થઈ શકશે.
૨૩૩. થોડા દિવસમાં દેલત મળશે. જે કામ વિચાર્યું છે તે પૂર્ણ થશે. નેહીનો મેળાપ થશે. જમીન, જહાંગીરી અથવા મકાનથી ફાયદો થશે. ઈજજત આબરૂ વધશે. ધર્મનાં કાર્યોમાં ખર્ચ કરો. તેના પ્રતાપથી સુખચેન ઉડાવશે. રાજ્ય તરફથી ફાયદો થશે. મનની ધારણા પાર પડશે સ્ત્રી તરફથી સુખ છે. એક વખત અચાનક લાભ મળશે.
૨૩૧. જે કામ મનમાં ચિંતવી રાખેલું છે તે કામની ત્રણ મહિનામાં ફતેહ થશે. પોતાની સ્ત્રી તરફથી લાભ થાય છે. આજ સુધી કુટુંબી લેકે તરફથી સુખ મળ્યું નથી પણ ભવિષ્યમાં મળશે. સંતાનોની વૃદ્ધિ થશે. વેવિશાળ તથા લગ્નનો ખર્ચ વધારે કરવો પડે છે, તીર્થોની યાત્રા કરવાના ઇરાદે છે. પરંતુ અંતરાય કર્મના ઉદયથી વિના આવી પડે છે. ભવિષ્યમાં ધર્મનાં કામ કરી શકાશે, હૃદયમાં જે કામની ચિંતા છે તે ધર્મના પ્રભાવથી દૂર થઈ જશે માટે ધર્મ ઉપર શ્રદ્ધા રાખે.
૨૧૨. ચિંતવેલું કાર્ય પાર પડે, પિતાની સ્ત્રી તરફથી લાભ છે. વેવિશાળ તથા લગ્નના કાર્યની ચાહના છે. તે પાર પડશે. કુટુંબની વૃદ્ધિ થશે. લાંબી મુદતથી કરેલો ઈરાદો પાર પડશે. પાછળની ઉંમરમાં ધર્મના કામે થઈ શકશે. દુશ્મન તમારા વિરૂદ્ધ કેશીશ કરશે પરંતુ તમારા સદ્ભાગ્ય આગળ તેઓનું જોર ચાલશે નહીં. તીર્થોની યાત્રા કરવા ઈચ્છે છે