________________
૨૯૧
इक्को होई मियंको, धारासुओ दोसु दिणयरो तिन्नि । एसा गहाण पंती, निहिठ्ठा गणहरिंदेहिं ॥ १ ॥
અર્થ – યંત્રમાં જ્યાં જ્યાં એકને આંક છે તેને ચંદ્રમાને આંક જાણ. જ્યાં બેને આંક છે તેને મંગળને આંક અને જ્યાં ત્રણને આંક છે તેને સૂર્યને આંક જાણવે. અને એ ત્રણ ગ્રહોની પંક્તિથી શુભાશુભ ફળ જાણવું. આ રચના મોટા જ્ઞાની પુરુષોની બનાવેલી મહાપ્રભાવિક ચીજ છે. જે કામને માટે પ્રશ્ન જોવાની આવશ્યક્તા જણાય તે કામનું પ્રથમ મનમાં ચિંતવન કરવું. તે પછી પોતાના હાથમાં એક રૂપીએ અને એક શ્રીફળ લઈ ઉપર બનાવેલ યંત્રની સન્મુખ ભેટ ધરવું. ત્યાર બાદ હસ્તમાં એક લવીંગ અથવા એલચી લઈ. “” ચિરિ ચિરિ, પિર પિર નિસિરિ નિસિરિ દિવ્ય ભૂપતયે સ્વાહા, આ મંત્રને મન, વચન, કાયાને સ્થિર કરી હોઠ ફફડાવ્યા વિના સાત વાર મનમાં જ ભણવે. ત્યાર બાદ એ મંત્રેલી એલચી અથવા લવીબ ઉપર દર્શાવેલા યંત્રના કેઈ પણ મનપસંદ આંક ઉપર મૂકી દેવું. કઠાના જે નંબર ઉપર એલચી અથવા લવીંગ મૂકેલું હોય તે નંબર જોઈ યાદ રાખવું અને કઠામાં જ|લા ૨૭ નંબરોમાં જે નંબરનાં શુભાશુભ ફળ પેલો યાદ રાખેલ નંબર જે. એ નંબરમાં જણાવેલ શુભાશુભ હકીકત એ મનમાં ધારેલું પ્રશ્નનું ફળ સમજવું. એક દિવસમાં એક માણસે એક જ વખત પ્રશ્ન છે. અને જે ફળ આવે તે ઉપર વિશ્વાસ રાખવે. જેયેલ પ્રશ્ન બીજી વાર જો નહીં. યંત્રની સન્મુખ જે રૂપીઓ અને શ્રીફળ મૂકેલાં હોય તે જ્ઞાનના કાર્યમાં ખરચી નાંખવાં. પોતાના અંગત કાર્યમાં ન વાપરવાં એ ખાસ #ળજી રાખવાની છે.