________________
२८८
મંત્ર વિધિ તથા તેનું ફળ તેનાથી ડરું છું, તે કાળા કાળા છે, એમની પાસેથી મને છેડા છેડા” એમ બુમ પાડે. ૪ તિર્યંચ ગતિ (૧) પૃથ્વીકાયમાં જાય તે “હું દબાઈ જાઉં છું, મારા ઉપર ઘણે ભાર છે, મને દુઃખ અને ચિંતા ઘણી થાય છે, એમ બેલે (૨) અપકાયમાં જાય તે “મને ઠંડી લાગે છે, પાણીમાં કેમ ડુબાડો છે, મારું શરીર ભીંજાય છે” એમ કહે. (૩) તેઉકાયમાં જાય તે “હું બળું છું, મને કેમ બાળે છે, સગડી લઈ જાઓ એમ કહે. (૪) વાઉકાયમાં જાય તે “મને અંધારાં આવે છે, હું ઉડી જાઉ છું, મને ટાઢ ઘણી વાય છે” એમ કહે. (૫) વનસ્પતિકાય,બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય કે અસન્ની તિર્યંચમાં જાય તે “મને જીવડાં કરડે છે, ચુંટે છે, જીવને લઈ જાય છે. મારે છે એમ કહે. સન્ની ગર્ભજ તીર્થંચ પંચેન્દ્રિમાં જાય તે મને હાથી, ઘોડા, બળદ, ગાય, ભેંસ, ગાડર, બકરી વિગેરે મારે છે, મારી પાસે તે ઉભા છે, એમ બબડ બબડ કરે તે જાણવું કે તિર્યંચમાં જશે. ઈત્યાદિ મરણ સમુઘાતના ઘણા ભેદ છે. ને ગતિનું આયુષ્ય હોય તે ગતિમાં જીવવા પ્રદેશ જાય છે. અને તેવાં જ તેના પરિણામ થાય છે.
|
|
ઈતિ
..