________________
૨૯૭
૧૨૧ હૃદયમાં ધારેલો ફાયદાકારક છે, બૂરા-ખરાબ દિવસે વહી ગયા છે. અને શુભ દિવસો નજીક આવ્યા છે. ઘણું દિવસ સુધી સંક્ટ વેઠીને નાહિંમત-નિરાશ થઈ ગયા છે. હવે પૂણ્યનો ઉદય થયે છે. દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખો. મનની ધારણા ફળીભૂત થશે, જેટલી લક્ષ્મી ગુમાવી છે તે કરતાં વધારે પેદા કરશે. દુનિયામાં યશ વધશે. વિદેશની સફર કરશે. જે કામની ચિંતા કરે છે તે ચિંતા મટી જશે. જો કે કદાચ તેમાં એક વ્યક્તિ તરફથી વિન ઉપસ્થિત કરવામાં આવશે, પણ અંતે તમે સફળતા પ્રાપ્ત કરશે. ભાઈઓને અને સંબંધીત વર્ગને નિભાવે છે. તેથી તમારી કીર્તિ દુનિયામાં વધી છે. દિલના ઉદાર છે. જ્યાં જાઓ ત્યાં સુખ મળે છે. આબરૂ મેળવવા માટે ખર્ચમાં ઉતરવું પડે છે. દેવ, ગુરુ અને ધર્મના પ્રભાવથી કઈ વાતની ઉણપ નહીં રહે.
૧૨૨. જે કામ મનમાં વિચાર્યું છે તે પાર નહીં પડે. તમે આજ સુધી ઘણુઓનું ભલું કર્યું, અશુભ કર્મના ઉદયથી વિદન સંતોષીઓ મળે છે. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ધર્મ કરે. પંચ પરમેષ્ટી મંત્રનો જાપ કરે જેથી તકલીફ દૂર થશે.
૧૨૩, આટલા દિવસે પાપ કર્મના ઉદયના હતા. મહાન સંકટ વેઠયાં. હવે શુભ દિવસે પ્રાપ્ત થયા છે. ઘણુઓનું ભલું કર્યું પણ તેઓએ ઉપકાર ન માન્યા. ધર્મના નિમિત્તે કાઢેલા પૈસા ઘરમાં ન રાખે, તીર્થોની યાત્રા કરે, દેવ, ગુરુની સેવા કરે. જે સ્થાને દુઃખી થયા છે તે સ્થાનને ત્યાગ કરે. બીજે સ્થાને જઈને રહે. પરદેશમાં ફાયદો થશે. ઈજજત આબરૂ માટે બહુ ખર્ચ કરી છે. તમારું દિલ ચિંતામાં ડૂબેલું રહે છે. કેઈ પણ ધર્મના કાર્યો કરવાની તમારી ભાવના હતી,