________________
૨૬૮
શ્રી ક્ષેત્યાનંદ ગુણમંજરી, રૂપથી ડરવું પણ નહીં, ડરવાથી નુકશાન થાય છે, વાસ્તે સાવચેત રહેવું. મંત્ર જપતાં લુગડાં રેશમી, ઉન કે સૂતરનાં હોય, પરંતુ શુદ્ધ જોઈએ. એ લૂગડાં પહેરીને પેશાબ કરેલા કે જમવા બેઠેલા ન હેય. વળી જપ કરતાં કરતાં ઉઠવું, બેસવું કે કેઈની સાથે વાતચીત વિગેરે કોઈ પણ પ્રકારનાં બીજાં કામ ન કરવા જોઈએ. આટલી સૂચનાઓ ખાસ ધ્યાનમાં રાખવી.
- રક્ષા મંત્ર नमो अरिहताण ॥ नमो सिद्धाण ॥ नमो आयरियाण ॥ नमो उपज्झायाण ॥
नमो लोए सव्व-साहूण ॥ આ નવકાર મંત્ર મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. એનાથી અનેક જીવનું કલ્યાણ થયું છે, એના સ્મરણ માત્રથી દરેક પ્રકારનાં વિન નાશ પામે છે. એના ૩૫ અક્ષરો છે. પહેલા ચરણમાં ૧૭ અક્ષરે છે, બીજા ચરણમાં ૫ અક્ષરો છે, ત્રીજા ચરણમાં ૭ અક્ષરે છે. ચોથા ચરણમાં છ અક્ષરે છે, અને પાંચમાં ચરણમાં ૯ અક્ષરો છે. એમ એકંદરે ૩૫ અક્ષરો થાય છે. એને પહેલા ચરણની ૧૧, બીજા ચરણની ૯, ત્રીજા ચરણની ૧૧, ચોથા ચરણની ૧૨, અને પાંચમા ચરણની ૧૫ મળી કુલ ૫૮ માત્રાઓ છે.
જે કાર્યની સિદ્ધિ જે મંત્ર જપવાથી થાય છે, તે જ મંત્ર તે કાર્યની ફળ પ્રાપ્તિમાં કામ આવે છે. આ ૪૬ મંત્રના પ્રકર મહાન આચાર્ય મહારાજે જાણતા હતા, અને તેઓ એકદમ કેઈને પણ બતાવતા નહોતા. કદાપિ કે ઈ દુઃખી જેન-શ્રાવકને દેખીને દયાભાવથી ફક્ત તેનું દુઃખ નિવારણ કરવા