________________
કુ ક મ નું ફળ
પ્રકરણ પહેલું
ભવ્ય ભૂમિ ભારત ખંડના મગધ દેશના મધ્ય ભાગમાં સુરમ્ય સુંદરપુર નામે ગામ વસેલું હતું. શશીના શીતલ કિરણોથી સભર અને સવિતાના સંતપ્ત તેજોમય કિરણેથી વ્યાપ્ત, વનવગડાની વિવિધ વનરાજીની ખુથી આહલાદક, તળાવ નદીના જળથી આદ્ર, તે ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી રહેલ હોવાથી મનહર લાગતું હતું. ગામ તો નાનું છતાં બેઠાં મકાનની બાંધણીથી અને તે ચુના તેમજ રંગરોગાનથી ગઠારેલા અને સામ સામે આવેલા મકાનોની હારમાળાથી તેની સુંદરતામાં ઓર વધારે થયે દેખાતે હતે. વચ્ચે ધોરી રસ્તાઓ હોવાથી સ્ત્રી-પુરૂષેની કાયમ અવરજવર રહેતી હોવાના કારણે કયાંય પણ લુચ્ચા લફંગા ડાકુઓને લેશમાત્ર પણ ભય ન હતે. ગ્રામ્ય જીવન જીવનાર સુંદરપુરના વતનીઓનાં હૈયામાં જે આનંદ અને શરીરનું જેમ થનગની રહ્યાં હતાં તે આનંદ, ઉલ્લાસ અને જોમ આજના શહેરીઓનાં ટાપટીપ ભર્યા ષિાકમાં કયાએ શોધ્યા મળતા
નથી.
એ સુંદરપુર ગામમાં ભવ્ય જીવેના ભાગ્યોદયની સાક્ષી પૂરતું એક નાનકડું પણ ભવ્ય જિનાલય હતું, જેમાં બાળબ્રહ્મચારી મલ્લિનાથ પ્રભુજીની શાંત રસના પાનને બંધ કરતી