________________
પ્રકરણ બીજું
કર્કશા સાસુ પ્રગુણા સુંદરીને પતિ તરફથી પુરૂં સુખ હતું, પણ કર્કશા સાસુ કડવીને ભારે સંતાપ હતો. ધીરેધીરે વહુ -સામે સાસુ વાઘણ બની સાસુપણું બતાવવા લાગી. પ્રગુણ સુંદરી સવારમાં સહુ પહેલાં ઉઠતી, ઘરના તમામ કાર્યો ચીવટથી પિતે જ કરતી, સવારથી સાંજ સુધી કામ, કામ ને કામ. નાનકડું ઘર છતાં સામાન વિગેરે ગોઠવવાની કુશળતા
એવી કે, જાણે મોટું ઘર દેખાય. દર્પણને જુઓ કે એના - ઘરની સ્વચ્છતા જોઈ આફરિન બન્યા વગર ન રહે. આવનારથી સહજ બેલાઈ જવાય કે, વાહ! પ્રગુણુ વહુ આવ્યા પછી તે ઘરની રોનક જ ફરી ગઈ છે. ખરેખર ! આ વહુ તે સાક્ષાત કળાને અવતાર જ ન હોય ! કડવીબેન વહુમાં તો ખાટી ગયા છે ! આવનાર સૌ આમ વહુની પ્રશંસા કરતા ને બધા ખુશી થતાં. વહુની આ પ્રશંસાથી કડવી સાસુનું કાળજુ બળી જતું હતું. સાસુના ઝેરીલા સ્વભાવે શાંત પુત્ર વધુના હૈયામાં અશાંતિ પેદા કરવાના રસ્તા ખુલ્લા કર્યા. તેણી વાતવાતમાં વહુને છણકા કરવા લાગી.
એક દિવસ પ્રગુણ સુંદરી હંમેશની જેમ સવારના પાણી • ભરવા ગઈ, બેડું ભરીને આવી ત્યાં કડવી સાસુએ કડવી વાણું ઉચ્ચારી. “દુષ્ટા! આટલી બધી વાર ક્યાં મૂઈતી ? કદી નહી સાંભળેલ કટુ વચન સાંભળી પ્રગુણ સુંદરી તે હેબતાઈ ગઈ ધ્રુજતે અવાજે જવાબ આપે બાઇજી! આજે કુવા કાંઠે ભીડ બહુ હોવાથી જરા વિલંબ થયો.” આ ઉત્તર સાંભળતાં