________________
- ૧૭૨
શ્રી ક્ષાત્યાનંદ ભવ બંધન, પ્રકરણ દસમું - દુનિયા છેડી ચાલ્યા જાય છે પણ દુનિયા તેવા ગુણ આત્માઓને છોડી શકતી નથી. ભૂલી જતી નથી. સીતા, સમ, નળ, દમયંતી, સુતારા સતી ને હરિશ્ચંદ્ર, મલયાસુંદરી ને મહાબલ, મયણાસુંદરી ને શ્રીપાલ વિગેરે આપણી સામે આજે નથી. છતાં આપણે તેને ભૂલી શક્તા નથી તેમ પ્રગુણે મહાસતી ભલે આજે આપણી સમક્ષ નથી છતાં તેણીની પવિત્રતા અને સગુણે આપણે કેમ ભૂલી શકીએ ? ન જ ભુલવા જોઈએ એટલું જ નહી પણ તે સદ્ગુણો આપણે થોડા પણ આપણા જીવનમાં ઉતારવા જોઈએ!
પ્રકરણ દસમું
મહેકતે બાગ કનકસેન શેઠનું ઘર પ્રગુણા પત્નીના પ્રતાપે આજે વ્યવહારિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે. પાટવી પુત્ર કમલ પછી છગન, મગન, જય અને વિજ્ય એ - ચાર સ્વરૂપ પુત્રોની પ્રાપ્તિ થઈ અને એ પાંચ પુત્રો ઉપર કમલનયની કેશુમતી નામની પુત્રીને જન્મ થયે. અનુક્રમે વૃદ્ધિ પામતા પાંચ પાંડવ જેવા સર્વ કળા સંપન્ન જુવાનજે પાંચ પાંચ પુત્રો અને અપ્સરા જેવી સદ્ગુણું પુત્રી કેશુમતીથી એ શેઠ શેઠાણનું ઘર મહેકતા બાગ જેવું અતિ રમણીય બની ગયું. એ સંપીલા સુખી કુટુંબને જોઈ - ભલભલાને પણ પોતાના જીવન માટે ભેઠ૫ પેદા થઈ ગઈ હતી.
પિતાના પર અનેક સતમ ગુજારનારી જીવનને છિન્ન ભિન્ન કરનારી સાસુ-નણંદના અવગુણેને ન જેતી માતા