________________
૧૮૬
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રતિષ્ઠાના મુહૂર્તની સમજ. બધા દેવની પ્રતિષ્ઠા માગશીર્ષ, પિષ, મહા, ફાગણ,ચૈત્ર, વૈશાખ અને ચેષ્ઠ માસમાં અથવા ઉત્તરાયણ (૨૨ મી. ડિસેમ્બરથી ૨૧ મી જુન સુધી) દરમ્યાન થાય છે. વળી માતા, ભૈરવ, નૃસિંહ, વામન, વરાહ, અને ગામ દેવતાની પ્રતિષ્ઠા દક્ષિણાયનમાં પણ થઈ શકે, પરંતુ ભાદરવો અને કાર્તિક માસમાં થતી નથી. અજવાળી તીથી, ૨, ૩, ૫, ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૩, તથા અંધારી તીથી, ૨, ૩, ૫, આ તીથીમાંથી ગમે તે તીથી હોય, રવિ, ચંદ્ર, બુધ, ગુરૂ, શુક્ર, શનિ આ વારમાંથી. ગમે તે વાર હોય, તથા અશ્વિની, રેહણી, મૃગશીર્ષ, પુષ્ય, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતી, અનુરાધા, ઉત્તરાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, ઉ, ભાદ્રા, રેવતી, નક્ષત્ર હોય, તથા લગ્ન કુંડલીમાં સ્થિર લગ્ન અને નવમાંશ હોય તથા આઠમા કે બારમાં સ્થાન સિવાય બીજા ગમે તે સ્થાનમાં શુભગ્રહ હોય અને ૩, ૬, કે ૧૧ મા સ્થાને ચંદ્ર કે પાપગ્રહ હોય, ત્યારે સવારમાં પ્રતિષ્ઠા કરવી એ ઘણું સારી છે પરંતુ છઠને દિવસે સારૂં છે.
FERE સમુખ રાહુ જેવાની સમજ.
માગશીર્ષ, પિષ, માઘ પૂર્વ દિશામાં ફાલ્ગન, ચૈત્ર અને વૈશાખ દક્ષિણમાં જયેષ્ઠ, અષાઢ અને શ્રાવણ પશ્ચિમમાં, ભાદર, આશ્વિન, કાર્તિકમાં ઉત્તરમાં રાહુનું મુખ આવે છે.