________________
૨૫૪
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, રાત્રે બેલે વાયસા, દિવસે રૂવે શિયાળ; ઈશ કહે ઉમીયા પ્રતે, ઉપજે સંકટ હોય કાળ. ૫ ઘર ઉપર ઉંચે ચઢી, કક કરે કુકુ વાણી; ઈષ્ટ સમાગમ તે હવે, ધન આગમ વલી જાણી. ૬ ગામ જતાં મૃગ ડાબે સારે, ડાબાથી જમણે ઉતરે તે સારે. કાગ ડાબે બેલે તે સાર, સર્પ જમણો મળે તે સારે.
ગ્રામાંતર જતી વખતે સન્મુખ કુંવારી કન્યા, સધવા નારી પુત્ર સહીત, ગોળ, દહીં ભેરી પુષ્પમાળા, નિર્ધમ, અગ્નિ, રાજ, મુનિ, ચોખા, રત્ન, વીણા, ધ્વજા, પતાકા, સામા મળે તે ઉત્તમ છે. પિોપટ, તેતર, જમણું સારા; ઘણુ ચકલા એક ઝાડ ઉપર દેખે તે લાભ, ટીંટડી સામે બોલે તે સારી. ઘુવડ ડાબા બોલે તો સારાકબુતર જમણાથી ડાબા સારા કાન ખજુરા ડાબા સારા, હસ્તી ઘેડા જમણું સારા, કુતરે કાંઈ ખાવાનું મુખમાં ખાતો હોય તે સારે બીલાડી જમણું સારી, કેયલા તથા સોનચીડી જમણી સારી.
કાગડાના માળા વિશે. શીયાળે માળો કરે તો ટાઢ સખ્ત પડે, ઉનાળે કરે તે વરસાદ ઘણે થાય. ઝાડની પૂર્વ દિશાની ડાળ પર કરે તે સુકાળ થાય, અગ્નિ ખુણાની ડાળીએ કરે તે દુકાળ દક્ષિણ દિશાની ડાળી પર કરે તે પ્રજા રોગથી દુઃખી અને રાજ્યમાં લડાઈ થાય નૈત્રાત્ય ખુણાની ડાળી પર કરે તે બે માસ મેઘ વરસે. પશ્ચિમની ડાળીએ કરે તે સાધારણ વરશ થાય. વાયવ્ય ખુણાની ડાળીએ કરે તે વાયુ સાથે વૃષ્ટિ ઉત્તર તરફની ડાળીએ