________________
જ્યોતિષ વિભાગ
૨૫૭ નહિ?” તે વખતે પ્રશ્ન પુછનાર જે આપણું વહેતી નાડીની દિશામાં ઉભે હેય તે “તારું કાર્ય સિદ્ધ થશે એમ સુખેથી ઉત્તર વાળી દે એથી વિપરીત રીતે પુછે તે હાનિ થાય એ સ્પષ્ટ છે.
સૂર્ય અને ચંદ્રનાડીનાં કાર્ય નવા ઘરમાં પ્રવેશ કરવો હોય, કોઈ સારી વસ્તુ ગ્રહણ કરવી હોય, નવીન વચ્ચે પહેરવા કાઢવાં હોય, રાજાની સમીપે જવું હોય, કોઈની સાથે મિત્રતા બાંધવી હોય અથવા તો ધર્મ કાર્ય આદરવાં હોય તે ચંદ્રનાડી લેવી.
વિવાદ કરે છે, વિદ્યાભ્યાસનો આરંભ કર હોય, તથા વિવાહ, વ્યાપાર, જમણવાર કે સાંસારિક સુખનાં કાર્યોને વિષે સૂર્યનાડી લેવી.
ગતિની દિશા શી રીતે નક્કી કરવી ? ચંદ્રનાડી વહેતી હોય તે વખતે પૂર્વે તથા ઉત્તર દિશામાં ન જવું, સૂર્યનાડી વહેતી હોય ત્યારે પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં ન જવું. આપણે બેઠા હોઈએ અને કઈ આવીને પ્રશ્ન કરે કે “અમુકને પુત્ર પ્રાપ્ત થશે કે પુત્રી ?” હવે તે વખતે જે આપણી સૂર્યનાડી ચાલતી હોય તે તેને જવાબ “પુત્ર પ્રાપ્ત થશે એવો આપી શકાય, અને જે ચંદ્રનાડી ચાલતી હોય તે “પુત્રીની પ્રાપ્તિ થશે એ જવાબ દેવો. સંસારનું સુખ ભેગવતાં જે ચંદ્રનાડી ચાલતી હોય તે પુત્રીને ગર્ભ બંધાય અને સૂર્યનાડી ચાલતી હોય તે પુત્રને ગર્ભ બંધાય. ૧૭