________________
૨૨૮
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, વૃદ્ધિ થાય તથા મોસાળમાં પક્ષ માટે હોય, મણિબંધનથી (કાંડાથી) પિતાની રેખા, તથા હથેળીની નીચેની (ટચલી આંગળી અને કાંડાની વચ્ચેના ભાગથી) ધન અને આયુષ્યની રેખા ચાલે છે, ત્રણે રેખાઓ તજની અને અંગુઠા વચ્ચે જાય છે. તે ત્રણે રેખાએ જેમને સંપૂર્ણ તથા દેષ રહિત હોય તેઓનાં ગાત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવાં. આયુષ્યની રેખાથી. જેટલી આંગળી ઓળંગાય તેટલા તેટલા પચ્ચીશ પચ્ચીશ. વર્ષોનું આયુષ્ય પંડિત લેકેએ જાણવું.
અંગુઠાના મધ્ય ભાગમાં જે જવ હોય તે વિદ્યા, પ્રખ્યાતિ અને ધન મળે. વળી જે તે જમણું અંગુઠામાં હોય તે શુકલ પક્ષમાં જન્મ જાણ.
લાલ આંખેવાળાને સી તજતી નથી. સેના સરખી પીળી કાંતિવાળાને ધન તજતું નથી. લાંબા હાથવાળા મોટાઈ જતી નથી અને પુષ્ટ માણસને સુખ તજતું નથી. આંખમાં ચીકાશ હોય તે સૌભાગ્ય મળે. દાંતમાં ચીકાશ હોય તો ઉત્તમ ભેજન મળે. શરીરમાં ચીકાશ હોય તો સુખ મળે. પગમાં ચીકાશ હોય તે વાહન મળે. જેની છાતી વિશાળ હોય તે ધન અને ધાન્યનો ભેગી હોય, જેનું મસ્તક વિશાળ હોય તે રાજા થાય. જેની કેડ વિશાળ હોય તે હંમેશા સુખી હોય.
જેને આયુષ્ય રેખાને છેડે એટલે એ રેખાથી ઉપર બીજી રેખા ફૂટી હેય, અને તે આયુષ્ય રેખાની સાથે લાગેલી હોય તે તે ઘડાથી પડે. આયુષ્ય રેખાના મૂળથી બીજી વાંકી રેખા નીકળી હોય તે તે ઘડાના અથવા હાથીના દાંતથી નાશ પામે આયુષ્ય રેખાની મધ્યમાં બીજી બે રેખા પડી હોય, એક