________________
૨૨૭
તિષ વિભાગ
ઉત્તમ સ્ત્રી-પુરૂષનાં લક્ષણો આ મુજબ હોય છે. લક્ષણો જોવામાં પ્રાયઃ સ્ત્રીનું ડાબું અંગ અને પુરૂષનું જમણું અંગ જેવું–
અત્યંત પુણ્યશાળી મનુષ્યને છત્ર, કમળ, ધનુષ્ય, રથ, વા, કાચ, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, તળાવ, સિંહ વિક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કળશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, ચજ્ઞસ્તંભ, ચોતરો, કમંડલુ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધ્વજા, અભિષેક સહિત લક્ષ્મી, માળા અને મયુરએ બત્રીશ લક્ષણ હેય છે; વળી તેવા પુણ્યશાળીઓને નખ, ચરણ, હાથ, જીભ, હેઠ, તાલ અને નેત્રના છેડાઓએ સાત વાના લાલ રંગના હોય છે. હૃદય, કંઠ, નાસિકા, નખ તથા મુખ એ પાંચે ઊંચા હોય છે. દાંત, ત્વચા–ચામડી, કેશ, આંગળીઓનાં પર્વે અને નખ–એ પાંચ સૂક્ષ્મ હોય છે, આંખે, હૃદય, નાસિકા, હડપચી અને હાથ એ પાંચ લાંબા હોય છે, કપાળ છાતી અને મુખ–એ ત્રણ વિશાળ હોય છે, કંઠ, જાંઘ અને પુરૂષચિન્હ-એ ત્રણ નાના હોય છે તથા સ્વર અને નાભિ ગંભીર હોય છે. જેવાં નેત્ર હોય તેવું શીલ હેય. જેવી નાસિકા તેવા પ્રકારની સરલતા હોય. રૂપ પ્રમાણે ધન હોય અને જેવું શીલ હોય તેવા ગુણો જાણવા.
જે માણસના હાથનું તળિયું રેખા વિનાનું અથવા ઘણ રેખાવાળું હોય, તે માણસ અલ્પ આયુષ્યવાળે, નિર્ધન અને દુઃખી હોય એમાં સંશય નથી. જે માણસની ટચલી આંગળી અનામિકાની અંત્ય રેખાથી અધિક હેય તેને ધનની