________________
જ્યાતિષ વિભાગ
૨૧૫
ફાગણ માસની પુનમે મઘા નક્ષત્ર પુરેપુરૂં હોય તા ચારે માસ સુકાળ થાય. પણ તેલ ઘી વગેરે માંથુ વેચાય. અષાઢ માસની પુનમે મૂલ અથવા પૂર્વાષાઢા નક્ષત્ર હાય તા દુકાળ પડે, પણ ઉત્તરાષાઢા હાય તા સુકાળ થાય.
પાષ વિદ્ઘ પાંચમે શતભીષા નક્ષત્ર હાય અને સવ દિશાના વાયુ વાય તે દુકાળ પડે.
પોષ શુદ્ધિ ૭, ૮ કે ૯ ને દિવસે ટાઢ ઘણી પડે તે ચામાસામાં વરસાદ થવાના ગર્ભ બંધાયા એમ જાણવું. પોષ વદિ આઠમને દિવસે વાદળાં થાય તે સર્વ દેશમાં સુકાળ થાય.
પેાષ વિદ અમાસે રવિવાર હોય તેા પૃથ્વીમાં ઉત્પાત થાય. મહા વદિ અમાસના દિવસે આઠે દિશાના વાયુ હાય તે અષાઢ માસમાં વરસાદ ઘણા સારા થાય.
સંક્રાંતિ પ્રમાણે વરસાદના વિચાર
કારતક માગશરમાં સંક્રાંતિને દિવસે વરસાંઢ થાય તે આજના ભાવ ટકી રહે. પેાષ મહા માસમાં સ’ક્રાંતિને દિવસે વરસાદ થાય તે અનાજ બહુ પાકે. ફાગણુ, ચૈત્ર વૈશાખ, જેઠમાં સ’ક્રાંતિને દિવસે વરસાદ થાય તેા રાજા પ્રજા સુખી થાય. અષાઢ શ્રાવણમાં સંક્રાંતિને દ્વિવસે વરસાદ થાય તે પ્રજામાં રાગ થાય. ભાદરવામાં સંક્રાંતિના દિવસે વરસાદ થાય તે પ્રજામાં અશાંતિ રહે. આસા માસમાં સ’ક્રાંતિના દિવસે વરસાદ થાય તા પ્રજાએ! સુખી રહે.