________________
ભવ બંધન, પ્રકરણ પહેલું
૧૪૧ પણ ન પચે અને હજારો દર્દી શરીરમાં દાખલ થાય. પછી તે એવી હાલત થાય કે મરવાની આળસે ભલે જીવીએ. વ્યવહારિક કે ધાર્મિક કેઈપણ કામ તિથી કે ઉમંગથી થઈ જ શકે. પછી તે ધાબીના કૂતરા જેવી સ્થિતિ સર્જાઈ જાય. ન ઘરને કે ન ઘાટને.
બીજી એક વાત પણ વિચારવા જેવી છે કે, આજે આપણે સંગો બધા જ સારાં છે. પણ કદાચ ભવિષ્યમાં અશુભ કર્મને ઉદય થાય, સગો ફરે ને બંધુ જ કામ હાથે કરવું પડે. ત્યારે આપણી શી દશા થાય? કેટલું કઠીન લાગે?
આ સાંભળી શેઠ તે ચુપ જ થઈ ગયા. ઉત્તર ન જ આપી. શક્યા. પુત્રીની બુદ્ધિ અને વિચાર શક્તિ જોઈ શેઠ તે આફરિન બની ગયા, પુત્રીને ધન્યવાદ આપે. આવી ગુણયલ પુત્રી રત્નની પ્રાપ્તિથી શેઠ પ્રચુર પ્રમેદ પામ્યા. જો કે પ્રગુણું સુંદરી સુશીલ, સદગુણી, પ્રિયભાષી વગેરે અનેક ગુણ સંપન્ન. હતી પણ તે વાને જરા શ્યામ હતી.
તેણીના લગ્ન કનકપુરના શ્રેષ્ટિ પુત્ર કનકસેન સાથે કરવામાં આવ્યા. લગ્ન વખતે તેના પતિની આર્થિક સ્થિતિ સાધારણ હતી. બાપ સ્વર્ગે ગયા પછી આર્થિક સંગ બદલાયા હતા. પિતાને આવી ઉત્તમ પત્ની મળવાથી તે રાજીરાજી થઈ ગયો અને પિતાને ભાગ્યશાળી માનવા લાગ્યું. તેને ગૃહ સંસાર સુસંસ્કારી પત્નીના પ્રતાપે સ્વર્ગ સમાન બની ગયે. પિતાના વિયેગનું દુઃખ તે હવે તદન ભૂલી ગયું હતું.