________________
શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ સાતમું ૧૬૩ ઉત્કંઠ મિત્રોની સેબતે ચડેલા તારા પતિએ તારો અનાદર કર્યો, તે જાણવા છતાં હું તેમાં રાજી થતી તેના જ પડખે ઉભી રહી. હું મારા વડીલપણાની ફરજ ચુકી. વહુ બેટા શું કહું! હું તારી સાસુપણાને લાયક નથી. આજે મારી ભૂલે મને સમજાય છે. દીકરી! તું મને મારા અપરાધેની માફી કદાચ આપીશ. પણ કુદરત તે કદી માફ નહી કરે એમ બે આંસુએ ધ્રુસકે રડી. નણંદે પણ નરમ બની ક્ષમા માગી. એ વખતે એ આર્ય સન્નારી પ્રગુણાબહેને સાસુ અને નણંદને કહયું કે, મા તમે તે ઠીક જ કર્યું છે. તેણે જ મારા જીવનનું ઘડતર કર્યું છે. તમે મેડે મોડે પણ તમારી ફરજ સમજ્યા, એથી તે હું મારા જીવનને પવિત્ર બની ગયું માનું છું. મા તમારા તે આશીર્વાદ જ મારા માટે બસ છે. કનક્સેનની પણ આંખ ઉઘડી. પિતાની વફાદાર પત્ની માટે પિતે કે બેવફાદાર બને. એ ગૃહ લમીને વિના કે ધિક્કારી, અપમાન કરી તેને માટે તેને અપાર પશ્ચાત્તાપ અને ખેદ થયે. તેણે પણ પત્નીની ક્ષમા યાચી. વિષમય માનસ સહુના અમૃતમય બની ગયા. ભાગ્યવાને ! આ છે સાચા પશ્ચાત્તાપની પરિસીમા.