________________
૧૬૨
શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ સાતમું સમર્પણ આજે સિદ્ધ થયું છે. કારણ મારે કિશોર આજે પાછો મારે જ થયો છે! મારે અન્ય કાંઈ જ નથી ખપતું. મારો પુત્ર આજે મને મા કહે છે એટલે બસ છે. દીકરાની આંખમાંથી ગંગા-જમના વહેતા હતા. જનની જોડી સખી, જગે નહી મળે રે લોલ..... એ કવિતા તેને યાદ આવી. અને તે ખુબ રડયો, માડી ! તારાથી મને આઘો રખાવનાર દાદી અને ફેઈના અવગુણને નહી જોતાં તેં બચાવી. તું કેટલા દુઃખમાં પડી. આ તારૂં માનું ચામડું તે આખું બળી ગયું છે. તેની તને કેટલી પીડા થતી હશે ? માતાએ કહ્યું, મને ચંદન ચોપડયા જેવી શીતલતા લાગે છે. કારણ કે આજે મારો દીકરો મને મા કહેતે પાછો મળ્યો છે. મારા સમર્પણની એ જ સિદ્ધિ છે. સાસુના હૈયામાં પણ આજે પસ્તાવાની અપાર વેદના જાગી ઉઠી છે. કમલના હૈયામાં મા પ્રત્યેને દુર્ભાવ પેદા કરાવનાર પિતે છે. અને કાલકા કહી કહીને ઘરની આ લક્ષ્મીનું અપમાન કરવામાં કઈ જ બાકી રાખી નહોતી. જાણી જોઈને તેણીને પજવવામાં બાકી રાખી નહોતી. તેણીના સુખી જીવનમાં આગ ચાંપી મહા દુઃખી બનાવી હતી. છતાં આ ગૃહ લક્ષ્મીએ પોતાના જોખમે પણ પિતાને તથા દીકરીને બચાવી લીધા હતાં. આ સગુણી વહુના હૃદયની ઉદારતાને ધન્ય છે.
આમ પશ્ચાત્તાપની અગ્નિથી જલતી સાસુએ વહુના પગમાં પિતાનું માથું મુક્યું ને બેલી, વહુ બેટા ! મેં તારા ગુણની કદર ન કરી. એટલું જ નહીં પણ તને પજવવામાં, દુઃખી કરવામાં કાંઈ બાકી રાખી નથી, ગાળોની ઝડીઓ વરસાવી, તારા પવિત્ર હૃદયને બાળી, તારા પવિત્ર જીવનને મેં ધૂળભેગું કરી દીધું. તને તારા પુત્રથી પણ છેટી રાખી.