________________
શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણે ત્રીજું
૧૪૭ ઘરમાં ધન વધ્યું પણ માન ગયું. પ્રગુણ સતીના માટે તે સુખ-શાંતિ–સંપત્તિ-નેહ બધા જ ચાલ્યા ગયા. એના માટે તે રહયું માત્ર હડધુત થવાનું ને કામ-કામને કામ કરવાનું. સવામાં ચાર વાગે ઉઠે. ઘરમાં કાજે-પંજે કાઢી સાફસુફ કરે, પછી સાત-આઠ બેડા પાણી ભરે. દળણું દળે, પછી બધા માટે રસોઈ કરે, બધા જમી ગયા પછી વધ્યું ઘટ્ય શંખણી સાસુ તેણીને ખાવા આપે, પછી એઠવાડ કાઢે. આમ એક પછી એક કામ છેક રાતના દશ વાગ્યા સુધી કરે જ જાય. કેઈ બેલાવે નહી. કેઈ મીઠી નજરથી જુએ નહીં. જરા મેડું વહેલું કામમાં થઈ જાય તો તે તેનું આવી જ બન્યું સમજે.
કામ કરે હૈયું રડે, દુઃખને નહી પાર; છતાં પ્રભુ નામ સ્મરતી, કરતી વંદન હજાર. ૧ ચાર શરણું ચિત્ત ધારતી, વારતી વૈર વિરોધ નિજ દોષને નિહાળતી, કરતી કર્મને ધ. ૨ મારા દુશ્મન કેઈ નથી, દુશ્મન છે કર્મ કઠોર, ખાંતિશ્રી કહે એ સતી, વિચારતી ચારે કેર. ૩
ઉપર મુજબ મહાસતી પ્રગુણા સુંદરી અનાદર–અપમાન આદિ અનેક સંતાપને ભગવતી નોકરીની જેમ કુટાતી પીટાતી હતી. છતાં સ્વદેષને જોતી હતી. પોતાના કરેલા કમથી જ મારી આ દશા થઈ છે. બીજા કેઈને દોષ નથી. એમ વિચારતી સાચા સુખદાતા ચાર શરણાનું ધ્યાન ધરતી દિવસે વિતાવવા લાગી.