________________
શ્રી ક્ષાત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ પાંચમું ૧૨૧ કરતા હતાં. જૈન શાસનના દીપક સમાન હતાં, અને ભર્યા ભાણે પોતે જેમ જમે તેમ બીજાઓને પણ પેટ ભરી જમાડનાર હતાં. તે જ માત-પિતા કુલાંગર એવા પુત્રના પાપે આજે ઢીલા ઢફ બની ગયા, દાન પુણ્ય કરવાનાં તમામ દ્વાર બંધ થઈ ગયા, એટલું જ નહિ પણ પિતાની ઈચ્છા પ્રમાણે ભોજન પણ મળવામાં સાંસા પડવા લાગ્યા. અંતે કુપુત્રે ઈષ્યના અંગારા એવા વેર્યા કે, એ તણખાની જ્વાલામાં પવિત્ર માત-પિતાના હૈયાં ભસ્મી ભુત થઈ ગયા. એની વરાળમાં હસમુખ શેઠ વધારે જીવી ન શક્યાં. થોડા જ સમયમાં મૃત્યુને શરણ થયા.
પ્રકરણ પાંચમું
નિર્દયતાની પરાકાષ્ટા પિતાની ઉત્તર કિયા જેમ તેમ પતાવ્યા પછી હરસુખે ઘર તેમ જ દુકાન ઉપર પિતાને ઝંડો ફરકાવી જાણે હું જ છું
એમ બાદશાહને પણ બાદશાહ બની રહેવા લાગ્યા. દુકાને - રાત દિન કાળી મજુરી કરતાં એવા પિતાના નાના ભાઈ
ખને નાની નાની બાબતમાં પણ હડધુત કરી વારંવાર ધમકાવી નાખતે અને વખત આવ્યે હાથ ઉપાડી મારી પણ લેતે.
કનકલતા પણ ધણીની માનીતી હોવાથી ઘરની શેઠાણીની જેમ અંદરની ઈર્ષ્યાથી દેરાણું સુશીલા ઉપર હુકમ છેડી ઘરના દરેક કાર્યો મજુરની જેમ કરાવતી. તે પણ