________________
શ્રી ક્ષાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ પાંચમું ૧૨૫ રખડતા ઢેરે બેસતાં હતાં તે જગ્યામાં રહેવાનું નક્કી. કર્યું. મહાદેવી સુશીલાએ પિતાના અંગ ઉપર રહેલા સૌભાગ્ય ચિહ્ન ઉતારી આપતા કહ્યું કે, સ્વામિન્ ! ચાલે. અને ગામમાં ચેડાં માટીના વાસણો તથા ખીચડી સંધવાનું, સીધુ સામાન લઈ આવે. હું ત્યાં સુધી અહીં બેસવા યોગ્ય વ્યવસ્થા કરી લઉં. હરદુઃખ ગામમાંથી ઘરેણાં વેચી જોઈતી. વસ્તુઓ લઈ આવ્યો. તેટલામાં મહાસતીએ જંગલમાંથી બળતણ વિગેરે વીણી લાવીને મકાનમાંથી પત્થરા,
રો, વગેરે કાઢી બેસવા જેવી જગ્યા તૈયાર કરી લીધી. પત્થરા માંડી ખીચડી રાંધી લીધી. પછી આખા દિવસના ભૂખ્યા ત્રણે જણાએ ભાવ્યું તે ખાઈ લીધું. હવે બને. જણ વિચારવા લાગ્યા કે આપણે નિર્વાહ કેવી રીતે કરે ?" ધન પાસે નથી. હરદુઃખે પત્નીને કહ્યું કે હે સુંદરી !' હું કે દુર્ભાગી છું કે, તારા જેવી સતીને મારે પનારે પડી કેવા અસહ્ય દુઃખ ભેગવવાને સમય આવ્યે. હવે હું ક્યાં જાઉં? પિતાના સગુણ પતિને આમ શોચ કરતે ને રડતે જોઈ મહાસતી સુશીલાએ તેને આશ્વાસન આપતાં કહ્યું, કે, હે આરાધ્ય દેવ ! આપ ના હિમ્મત ન બને. ભગવાને આપણને પણ હાથ પગ આપ્યા છે તે ધધો કરીને આપણું જીવન આપણે નભાવશું. હાથમાંથી કેઈપણ લઈ લેશે પણ ભાગ્યમાંથી લેવાની કેની પણ તાકાત નથી.