________________
૧૩૦ શ્રી ક્ષાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ સાતમું છે. અમારું ઘર લુંટવા બેઠી છે. એમ કહીને છેકરાને પીરસેલા રોટલાના ટુકડા સહિત ચારે રોટલા અને પાંચમે તાવડીમાં શેકાતો રોટલો તેને પણ લઈ બહાર કૂતરાઓને ફેંકી દીધા અને પાછા ઘરમાં આવી છોકરાઓને બે બે તમાચા મારી તથા મહાસતી સુશીલાને પણ રાંડ ! ફરીને મારા ઘરમાં પગ મૂક તે ટાંટીયા જ તોડી નાખીશ એમ કહીને જોરથી બે લાતે મારી ત્યાંથી ચાલ્યા ગયે. મહાસતી સુશીલા સાસુ પાસેથી લેટ લઈ ગઈ તે જેઠાણીએ રસોડામાંથી જોઈ લીધું હતું. ઘરે આવતા વેંત વણીને વાત કરી. વધારામાં ઉમેર્યું કે, આ તમારી મા રેજરેજ સુશીલાને તપેલા ભરીને ઘરમાંથી કાઢીને આપે છે. કેઈ દિવસ ઘી, કેઈદિવસ ખાંડ, અને કેઈદિવસ દૂધ, દહીં અને કઈ દિવસ અનાજ એમ બધું ઉપાડીને આપી દે છે, એ બંનેને હું એકલી કેવી રીતે પહોંચું. કામકાજ કરવા બહાર પણ જાવું પડે ને ઘરે પાછી આવીને જોઉ તે તપેલા ખાલી જ પડયાં હેય. મારાથી હવે સહન થતું નથી. આમ બાયડીની વાતેથી ઉશ્કેરાઈ સુશીલાના ઘરે આવી ભૂખે ટળવળતાં બાળકેના હાથમાંથી રોટલાના ટુકડા ઝુંટવી લઈ, કુતરાને નાખી દેતાં તે નિષ્ફરને જરા પણ દયા ન આવી.
જેઠના ચાલ્યા ગયા પછી મહાસતી સુશીલાને દુખનો પાર ન રહ્યો, સહનશીલતાની પણ હદ હોય છે ને ? હવે તેને ભૂખથી રીબાતા અને બુમ મારતા પુત્રને ખાવાનું આપવા માટે કઈ રસ્તો ન દેખાય. છેવટે હતાશ બનીને જીવનને અંત આણવા માટે તૈયાર થઈ ગઈ. દુઃખને હૃદયમાં દબાવી દઈ ભૂખથી પીડાતા ધાર આંસુએ રડતા પાંચે બાળકને કહ્યું કે ચાલ બેટા ! તમને ખાવાનું બહારથી અપાવું એમ કહી હૈયાના હાર સમાન પાંચ પુત્રને સાથે લઈ ગામ બહાર