________________
શ્રી ક્ષાત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ સાતમું ૧૩૧ ડે દૂર કુવા કાંઠે આવી પહોંચી. બપરને સમય હોવાથી ત્યાં કઈ પણ માણસની હાજરી ન હતી. પાંચેય પુત્રને લાઈન બંધ કૂવાની પાળ પર ઉભા રાખ્યાં “નમો અરિહંત શબ્દની સાથે પાંચ પુત્રોને કૂવામાં ધકેલી દઈ પાછળથી પોતે પણ કૂવામાં પડતું મૂકયું, અને જીવનનો અંત આણ્યો. આ વાત ગામના કેઈ માણસે જાણી લેતા દોડી જઈ દુકાન ઉપર કામ કરતા તેણીના પતિ હરદુઃખને બધી વાત જણાવી. તે સાંભળી હૈયાફાટ રૂદન કરતે કૂવા ઉપર દોડી જઈ જુએ છે તો પાંચ પુત્રો સહિત સતી નારીને કૂવામાં ડુબકીઓ ખાતી જોઈ એ અસહ્ય દુઃખ જોઈને તેણે પણ કૂવામાં પડતું મૂકયું અને જીવનનો અંત આણે. વાતની વાયુ વેગે ગામ લોકોને જાણ થતાં આખા ગામમાં હાહાકાર મચી ગયે. આખું ગામ હરદુઃખના કુટુંબ સહિત નાશને જોઈ તે પવિત્ર આત્માઓના સદ્દગુણેને સંભારી ધાર આંસુએ રડતા, નગરવાસી લોકે મેટાભાઈ હરસુખને ફટકારવા લાગ્યા. તેનું કાળું મુખ જેવાને પણ કઈ ઈચ્છતું નહીં. પવિત્ર કુળમાં આ એક અંગારાએ અવતરીને આખાયે વંશ વિચ્છેદ કર્યો. માણસ ધનથી નહી પણ ગુણથી પૂજાય છે. આપણે ધનને ચાહતા નથી પણ તેના સદ્દગુણને ચાહીયે છીએ. હરસુખ પાસે ધનની તે ખામી ન હતી. પણ એ ધન હકનું ન હતું. એટલે તેની બુદ્ધિ ભ્રષ્ટ થયા વગર કેમ રહે.? પિતાના ભાઈને પણ ભાગ હજમ કરી ગયો હતે. વળી તે સાથે દાન, ધર્મ, દયા વગેરેને તેણે દેશવટે જ દીધો હતો. પછી એના જીવનમાં શાંતિને સ્થાન કયાંથી હોય? જાતે ભલે વણિક હતે. પણ આચરણમાં તે રાક્ષસથી પણ ઉતરે તેવો ન હતો એના એકલાના પાપે દયાળુ શેઠની આબરૂ ઉપર પાણી ફર્યું અને વળી આખા કુટુંબના