________________
૧૨૪ શ્રી ક્ષાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ પાંચમું ખુશી થઈ વિચારવા લાગ્યું કે સાલાઓને કેવા કાઢી મૂકયા ! મારી આગળ મોટા કલેકટરનું પણ નહી ચાલે, તે આ બાપડાનું શું ગજું ! આ ડેસી પણ તેના વ્હાલા પુત્ર પાછળ ગાંડી થઈ ગઈ છે. પણ એની સાન ઠેકાણે લાવીશ. દુનિયા જખ મારે છે. તેની મગદૂર છે કે મારી સામે એક અક્ષર પણ ઉચ્ચારે ! તે બોલનારને ઉભા જ ચીરી નાખું. મને નહિ ઓળખતા હોય કે હું કેવું છું. આમ પોતાની સત્તા, લક્ષમી અને બળ પર મુસ્તાક (મગ્ન) બની મુછને વળ દેતે હરખવા લાગે.
નિલેજ નર લાજે નહિ, કટિ પડે ધિક્કાર;
નાક કપાયું તો ય કહે, અંગે એક ભાર. (૧) પિતાની લાખની આબરૂ ધૂળમાં મેળવી દીધી. હજારે સહ ધાર્મિક બંધુ જ્યાં મીઠાં આશ્વાસન મેળવતા, દીન દુઃખીઓના જે ઘરમાં ઉદ્ધાર થતાં તે ઘરમાં આજે સગા ભાઈને પણ પાણી પીવાનું કે, ઉભા રહેવાનું થાન ન રહ્યું એ કુલાંગારે કુળમાં અંગારે ચાંપી છિન્નભિન્ન કરી નાખ્યું. ઘરમાંથી ત્રણ કપડાં વરાણ કાઢી મુકેલા હરદુઃખની દશા શેરીએ શેરીએ ભટક્તા ભિખારી કરતા પણ ભૂંડી થઈ ગઈ. મોટાભાઈના ભયથી નગરવાસી લોકેએ પણ કાંઈ મદદ ન કરી, કારણ કે જે કઈ પણ તેને મદદ કરશે તો હું તેની પણ ખબર લઈ નાખીશ, એમ હરસુખે જાહેરાત કરી દીધી હતી. માથા ભારે માણસથી સહુ બીકે. કુટુંબ સહિત ભૂખ્યા, તરસ્યા રખડતા હરદુઃખને ગામમાં ભાડે જગ્યા પણ ક્યાંય ન મળી છેવટે હતાશ બની સાંજ પડતાં ગામ બહાર આવ્યાં, ત્યાં ન ધણયાતી પડી ગયેલી એક જગ્યા જોઈ, જ્યાં કુતરા અને