________________
૧૨૦ શ્રી ક્ષાત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ ચોથું
આ કુલાંગારના અપમાનથી શેઠ ને શેઠાણીના હૈયામાં કારે ઘા પડે. બેબે આંસુએ રડયા જેના હૈયામાંથી
સ્નેહ ઝરણું સૂકાઈ ગયું છે, આસુરી વૃત્તિમાં જે ધમધમી રહ્યો છે, ભયાનક પાપના ધુમ્મસ વચ્ચે જે ઘુમી રહ્યો છે, તેના હૈયામાં દયાનું નામ પણ કયાંથી હોય? અને એના હાથે અકલ્યાણના કાળા ઓળા પથરાય એમાં નવાઈ નહિ!
સમક્તિ વિનાનાં જીવડાં, રાચે વૈભવ માંય,
પડે માખી જેમ કસ મલે, એમાં આશ્ચર્ય નાય. ભીમાય નાય
લોભી માનવીને ધનની લાલસા સીમા વગરની હોય છે. શાસ્ત્રકારોએ લવણ સમુદ્રનું માપ બે લાખ જજન, અને સ્વયંભૂરમણનું અસંખ્યાતા જોજન પ્રમાણનું માપ કાઢયું. પણું માનવના હૈયામાં રહેલી ધનલાલસાનું માપ કયાંય કાયું હોય તેમ દેખાતું નથી. અનેક આશાઓના ઝંઝાવાતેમાં–સપડાયેલ લાભાં કુતર્કોની કાતિલ છરીથી પળેપળે કપાતા–ઘસાતો જાય છે અને બીજાને પણ બે હાલ બનાવે છે. તેની દરેક કાર્યવાહી કમકમાટી ઉપજાવે એવી હોય છે. તેને માત-પિતા–ભાઈ, ભગિની કેઈપણ ગમતાં નથી. એમની પાસેથી પણ છીનવી લેવાની બુદ્ધિ રાખે છે. દારૂણ લેભ, અપાર તૃષ્ણા અને મેહને ઉગ્ર અંધાપો ભયંકરતા સજે છે. જ્યાં કામ અને લેભને વાસ હય, ઈર્ષ્યા અને અદેખાઈ ભર્યા હોય ત્યાં સત્યાનાશને નેતા હોતા નથી. સત્યને સહારે ધર્મ છે. દુઃખીયાનાં દુઃખને ભાંગનાર ધર્મ છે, પુણ્ય છે, એવું સમજનાર જે માતપિતા દીન અનાથના બેલી હતા, છૂટે હાથે દાન આપી અનેક જીવને શાંતિ ઉપજાવનાર હતા. ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ સારી સખાવતો