________________
૧૧૨ શ્રી ક્ષાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ પહેલું એક જ મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. છતાં ગ્રામવાસીઓ આબાલ-વૃદ્ધ દરેક ઘણી જ સહેલાથી સવાર અને સાંજ પ્રભુની પૂજા અને ભક્તિ કરી માનવ જીવનને ધન્ય કરી રહ્યા હતા. ત્યાં ન કંઈ ધમાલ,કેન કંઈ હુંસાતુંસી. પ્રભુના દરબારમાં સૌ સરખા !
એ ગામમાં એક શિવાલય પણ હતું. સૌ પોતપોતાના ધર્મમાં મશગુલ રહેતાં. જૈન અને જૈનેતરમાં સંપ તે. એવા કે દરેક ધાર્મિક પ્રસંગોમાં એક સાથે હળીમળીને મહત્સવો ઉજવતા. જેથી અધમીઓના હૈયામાં સદ્ભાવ ઉત્પન્ન થતા. અનાચારનું નામ નહી. સૌ એક બીજાના સુખ દુઃખમાં ભૂખે પેટે ભાગ લે. ઉંચ-નીચના તે રજમાત્ર પણ ભેદ-ભાવ જોવા મળતા નહીં. એકંદરે ગ્રામ્યવાસીઓના તનમન નિરોગી હતાં, સંપીલા અને સુખી હતા!
સાધુ સંતના સમાગમ પુણ્ય-પાપના ભેદને જાણી, દગા, ફટકા કે ઈર્ષા અદેખાઈથી પર રહેનારા હતા. કોઈ પ્રકારની ગરબડ, ઘોંઘાટ કે ધમાલ વિહેણું શાંત જીવન જીવી રહ્યા હતા.
સાસુ-વહુ, નણંદ-ભેજાઈ દેરાણી-જેઠાણીના હેત અરસપરસ હૈયાને હર્ષથી પ્રફુલ્લિત બનાવી દેતાં. તેઓના ઘેર ઘેર નિત્ય દિવાળી હતી.
ભવ્ય માનવીના પ્રભાવે ભૂમિ પણ ભવ્ય બની જાય છે. જ્યારે વર્તમાન કાલના માનવ જીવનમાં જોવા જઈએ તે ઘેર ઘેર હોળી પ્રકટતી દેખાય છે. કજીયા-કંકાસ કે મારફાડ જાણે કશું જ આ ગામમાં દેખાતું નથી. સરિતાના