________________
પ્રકરણું ત્રીજુ શીતલતામાં એક અંગાર હરસુખ બાળપણથી જ મહા તોફાની અને-કૂર સ્વભાવને હેવાથી નાના ભાઈ હરદુઃખને ત્રાસ આપતે. ઘરમાં પણ ભાંગફેડ કરી તેફાન મચાવતે, સાથે રમતા છોકરાઓને માર્યા વગર રહેતો નહીં. નાના ભાઈ ઉપર અતિશય અદેખાઈ કરતે. તેના ભાગમાં આવેલી વસ્તુને ઝુંટવી લઈ પોતે ખાઈ જત, નિશાળમાં પણ તેને ભણવા દેતે નહીં. તેની પેનપાટી ભાંગી નાખત. ઝીણી ઝીણી ચુંટલી ખણી તેને રડાવત ઘરે પણ પજવતો અને નિશાળમાં પણ પજવત, નિશાળમાંથી છુટયા પછી ગામના છોકરાઓને રસ્તામાં ધકકા મુક્કી કરી કજિયા કરતો અને એની કેઈફરિયાદ એના મા-બાપ પાસે કરે તો તેને ગળે પડતે ને કહેતો કે મને તેઓ મારે છે. એ મારે તે હું એને શા માટે ન મારૂં? એમ બેલી છટકી જતું. આમ જેમ-જેમ મોટો થતે ગમે તેમ તેમ તેના તફાને વધતા ગયા. મા-બાપ જરા ઠપકો આપે તે તેના સામે પણ પથ્થરા લઈ છુટા ઘા કરે. આથી મા-બાપ પણ તેનાથી ત્રાહી ત્રાહી થઈ ગયા. માતાએ આપેલા સંસ્કારની કશી. જ અસર તેને ન થઈ. નાને હરદુઃખ માતાના સુસંસ્કારોથી અતિ વિનયવંત અને નમ્ર બન્યું. નિશાળે સિદ્ધા જવું ને સિદધા આવવું. કજીયા–ટામાં સમજે જ નહીં. મોટાભાઈથી તે એ બીએ કે તેને જુએ ત્યાં ધ્રુજી ઉઠે. એક જ માતાના ઉદરે પેદા થયેલા બને ભાઈઓ વચ્ચે આસમાન ને જમીન જેટલું અંતર પડે. મેટે પવિત્ર કુળમાં અંગારા સર. પાક અને નાને કુળ દીપક નીવડે.