________________
૧૦૮ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૫ મું
અર્થાત્ - આ અસાર સંસારમાં ગૃહિણીનું સ્થાન મહત્વ પૂર્ણ છે, કે જેની કુક્ષિમાંથી હે વસ્તુપાલ! આપના જેવા રત્ન પેદા થાય છે. મુનિરાજ શ્રી જિનસૂરિ લખે છે કે
ससारभारखिन्नानां, तिस्त्रो विश्रामभूमयः ॥
अपत्य च कलत्र च, सतां सङ्गतिरेव च ॥१॥ અર્થા–સંસાર ભારથી ખિન્ન થયેલાઓને ત્રણ વિશ્રામભૂમિએ છે સુસંતાન, સુકલત્ર અને સત્સંગ. શ્રાદ્ધગુણ વિવરણમાં શ્રી જિનમંડનગણિ લખે છે કેदक्षा तुष्टा प्रियालापा, पतिचित्तानुबती नी ॥
कुलौचित्याद व्ययकरी, सा लक्ष्मीरिव नापरा ॥१॥ અર્થાતુ-ડાહી, સંતોષવતી, મધુરભાષિણી પતિના ચિત્તને અનુસરનારી અને ઉચિત રીતે ખર્ચ કરનારી એવી ગૃહિણી લક્ષ્મી છે. - જે કેકેયીએ સમરાંગણમાં દશરથ રાજાના રથની ધરી એકાએક તુટી જતાં પોતાની આંગળીને તે ધરીની જગ્યાએ ગોઠવીને પિતાના સ્વામિનાથને નિરાશામાંથી ઉગારી લીધું હતું, જે સીતા રાવણ જેવા ભયંકર મદોન્મત્ત રાક્ષસથી પણ જરાય ભયભીત નોતી થઈ અને જે દ્રૌપદીએ . જયદ્રથ રાજાને ધકકે મારી નીચે પાડી દીધો હતો તેમના પરાક્રમ કેવાં હશે? બહેને ! તમે પણ એજ માતાની પુત્રીઓ છે પછી