________________
પર
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું સાથે એક દેવાંગનાના રૂપને પણ હઠાવનારી સ્ત્રીને હું ઉપાડી લાવ્યા છે, માટે જલદી પરણવાની સામગ્રી તૈયાર કરો, સગાં-વહાલાંઓને એકઠાં કરે, અને વરઘેડે મેટા આડંબરથી કાઢી મને તેની સાથે પરણાવે. ગમે તેટલો ખરચ થાય, પણ રાજકુમાર પરણે. એવાં ઉત્સવથી મારાં લગ્ન કરો. બધો ખરચ હું પૂરણ કરીશ.” આવાં તે ચેરનાં વચન સાંભળી સર્વને સત્ય લાગ્યું. કારણ કે ચારનાં કામ ચાર જ જાણે. પછી બધાંએ પૂછયું કે –“ભાઈ! તે સ્ત્રી કયાં છે? ચાર–ગામની બહાર વડલા નીચે મૂકી આ છું, માટે ઝટ તૈયારી કરે, અને મને પરણ.” મા-બાપે પણ, વિચાર કર્યો કે – “આ આપણે છેલ્લે પુત્ર છે, માટે આપણે. પણ બરાબર હાવ લઈએ. કારણ કે, હવે આપણે બીજા છેકરા પરણાવવાના નથી, માટે વિવાહ-મહેસવ સારી રીતે કરી
હા લઈએ.” પછી સગાં-કુટુંબીઓને એકઠાં કરી તે ચેરના કીધા પ્રમાણે વિવાહની સમગ્ર તૈયારી કરી, સેંકડો મનુષ્ય. સહિત ચારને સોળે શણગાર સજાવી, તરંગ પર બેસાડી હેલ-વાજિંત્રના અવાજેની સાથે તે મછલા ચોરનો વરઘેડે ચઢાવવામાં આવ્યા. આ બધી સામગ્રી તૈયાર કરતાં ત્રણ કલાક એટલે સમય વ્યતીત થઈ ગયે.
હવે મંછલા ચારને વરઘોઢા આગળ ચાલ્ય, અને સોહાગણ નારીઓ આ પ્રમાણે ગીત ગાવા લાગી– . લાડણે પાન ચાવે ને રસ ઢળે,
લાડણે વળી વળી પાછું જોવે, જાણે મારી માતા સાથે આવે,
જાણે મારી સાસુને રંગ રાખે. ૧.