________________
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૭ મું ઉંટડી કયાંથી? તો જરૂર કંઈ મનુષ્ય હેવો જોઈએ.” એમ. ચિંતવતે શેઠ વનની ચારે બાજુએ દષ્ટિ કરી જેવા લાગે ત્યાં તે એક વૃક્ષની નીચે સતીને નિર્ભયપણે સૂતેલી જોઈ. વળી એક આશ્ચર્ય તે તેણે એ જોયું કે, સવાર થવા છતાં વૃક્ષની છાયા જાણે તેણીનું રક્ષણ ન કરતી હોય! તેમ તેણુના શરીર ઉપરજ થંભાઈ ગઈ હતી. આ જોઈ ચિત્તમાં ચમત્કાર પામેલો શેઠ સતી ગુણમંજરીની નજીક આવ્યું. તેણીના શરીરની અપાર તેજસ્વી કાંતિ જોઈ શેઠ વિચારે છે-“શું આ વન દેવી છે? કેઈ નાગ કન્યા છે કે કેઈ દેવી છે? અથવા તે મનુષ્યનું છે?”
પૃથ્વી ઉપર શયન, વિગેરે ચિન જોઈ શેઠે નિશ્ચય કર્યો. કે છે તે કઈ જરૂર મનુષ્યણું, પણ કાંઈ કારણવશાત્ અત્રે આવેલી જણાય છે. તે હું તેને જાગૃત કરી સર્વ વાત પૂછું. પણ તે કેમ બને? શાસ્ત્રમાં કહ્યું છે કે
धर्म निन्दी पंक्तिभेदी, निद्राच्छेदी निरर्थकः । कथाभङ्गी गुणद्वेषी, पश्चते परमाधमाः ॥ १ ॥
ભાવાર્થ-ધર્મની નિન્દા કરનાર, પંક્તિને ભેદ કરનાર ફેગટ નિદ્રાને છેદ કરનાર, કથાને ભંગ કરનાર અને ગુણોને.
ષી એ પાચેને શાસ્ત્રકારોએ અધમ કહેલા છે.” - - તેથી મારે તેને જાગૃત કરવી તે ચગ્ય નથી. તે હવે શું કરું? મારે અહીં મૂકીને જવું તે પણ ઠીક નથી, તે આને હમણાં મારા વહાણમાં મુકાવી દઉં, જાગૃત થયા પછી સર્વ પૂછીશ, અને તેણીના ઈચ્છિત સ્થાને પહોંચાડીશ” એમ નિરધારી પોતાના સેવકને હુકમ કર્યો કે જે વહાણમાં મારે