________________
૭૧
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૮ મું દાન દેવા લાગી. જે કઈ આવે તેનું સારી રીતે માન સાચવતી, આથી સારાએ શહેરમાં તેણીની કીતિ ફેલાવા લાગી. લોકે કહેવા લાગ્યાં-કઈ પરદેશી રાજકુમાર બંદર પર રહેલો છે, ને દાન-પુણ્ય કરતા દેવકુમારની જેમ લીલા કરી રહ્યો છે.
ચતુર પિપટ દિવસે આકાશમાં ઉડી તે નગરમાં જઈ અહીંને રાજા કે છે? નગરના લોકો કેવા છે ? રાજ્ય કેવી રીતે ચાલે છે? વિગેરે જેવા માટે જાય છે અને રાત્રે ગુણ– મંજરીની પાસે સર્વ બીના કહી સંભળાવે છે કે આ નગરમાં નવીર નામે રાજા રાજ્ય કરે છે, ન્યાયવાન નીતિજ્ઞ તેમજ ઘણે બાહોશ છે તે રાજાને નરભાનુ નામે કુમાર છે તે કુમાર બહેતર કળામાં પારંગત છે, ને હંમેશાં ઘેડેસ્વાર થઈ પૂર્વ દિશામાં રમવા જાય છે. માટે હેન! તમે પણ ઘોડેસ્વાર થઈ નરભાનુ કુમારથી થોડે દૂર રમવા જાઓ. કારણ કે હજી તમારે ઘણું કામ કરવાનું છે, તમારા સસરાનું ગયેલું રાજ્ય પણ તમારે જ લેવાનું છે. જો એ કુમાર સાથે મિત્રતા થાય તે સર્વ કાર્ય સિદ્ધ થાય” પછી ગુણમંજરી પોપટના કહ્યા પ્રમાણે દરરોજ ત્યાં રમવા જાય છે. બે ત્રણ દિવસ થયા, ત્યાં નરભાનુ કુમાર તેજસ્વી તે યુવકને જોઈ વિચારવા લાગ્યા-નગરમાં જે રાજપુત્રની વાત થાય છે તે આજ કુમાર હવે જોઈએ, તે હું તેને બોલાવું” એમ વિચારી તે નરભાનુ કુમાર ગુણમંજરીની પાસે આવી કુશળ સમાચાર પૂર્વક પૂછયું-આપ ક્યા દેશથી અહિં પધાર્યા છે? આપનું નામ શું છે ?” ઉત્તરમાં ગુણમંજરીએ જણાવ્યું કે હું રાજપુત્ર છું, મારું નામ ગુણસેન છે, અને દેશ-પરદેશ જેવાની ખાતર હું નીકળેલો