________________
સુરસેન બતાનું રાશિત છે
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૨ મું - ત્યારે બધાએ જે જે બીના હતી તે કહી સંભળાવી. ને સાથે કહ્યું કે સુરસેન રાજાના મરણ પછી શત્રુના ભયથી વીરસેન કુમારને લઈ મહારાણી સુભદ્રા નાસી ગયા છે. પણ તે બન્નેનું શું થયું? તેની અમને બીલકુલ ખબર નથી.એમ કહેતાની સાથે સર્વની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યાં. તેઓને મૂળ રાજા ઉપર વિશેષ પ્રેમવાળા જેઈ ગુણસેને કહ્યું–“તે કુમાર અહીં આવી પિતાના ગયેલા રાજ્યને પાછું 'લે તે તમે રાજી છે કે નહિ ? આ સાંભળતાં હર્ષાવેશથી
સર્વ બોલી ઉઠ્યા-“અહા ! એવાં અમારા ભાગ્ય કયાંથી હોય કે સુરસેન રાજાનો પુત્ર વીરસેન અહીં આવી આ વૈરીને મારી નાખી પિતાનું રાજ્ય લઈ અમારા બળતા હૃદયને શાંતિ આપે!” તે સાંભળી ગુણસેન બે- “સુરસેન રાજાને હું પુત્ર છું, અને મારા પિતાના રાજ્યને લેવા માટે આવેલ છું, માટે હે સજ્જન ! તમે શાંત થાઓ. તમારા જોતાં આ દશમનની પાસેથી રાજ્ય લઈ તેને કઈ દશાએ પહોંચાડું છું તે જોઈ લેજે. ફક્ત તમારી લાગણી જોવા માટે જ આ પ્રશ્નો મેં કર્યા હતા. આ પ્રમાણે કુમારના અમૃતમય વચનો સાંભળી એકી અવાજે અત્યંત સ્નેહ ને આનંદથી પ્રધાન વિગેરે કુમારને ભેટી પડ્યા પછી કુમારે બધાને રજા આપી. - ત્યારબાદ ગુણમંજરીએ એક દૂતને મોકલી દુશ્મન રાજાને કહેવરાવ્યું “હે સિંહગુપ્ત રાજા ! સુરસેન રાજાના પુત્ર વીરસેનને જે તે પરદેશ ભણવા માટે મેયો હતો, તે સર્વ કળામાં પ્રવીણ થઈ તારા ખભા ઉપરથી રાજ્યધુરાને