________________
શ્રી સત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૧ મું ૮૭ અને પશ્ચાત્તાપ સાથે કલ્પાંત કરવા લાગ્યું કે “અરે! તે સ્ત્રી મને પણ છેતરીને ચાલી ગઈ. બીજું તે ઠીક, પણ મને ઘરબાર વગરને કરી ગઈ. હવે હું શું કરું ? ક્યાં જાઉં ? અને મારા દુઃખની વાત કેની આગળ કરૂં ? અરે ! હું માનતો હતું કે, મારા જે બુદ્ધિશાળી કેઈ આ જગતમાં નથી, પણ એક સ્ત્રી સરખી મને છેતરી ગઈ. હાથનાં કર્યા હૈયે વાગ્યા. વ્યાજ ખાવા જતાં મૂડી ઈ બેઠે. પણ હવે કહું કોને?” આવી રીતે પાપનાં ફળને સંભારતે પ્રધાન પાછા નગરમાં ગયે, પણ કયાં જઈ બેસે ? કારણ કે તેણે ઘર પણ વેચી નાખ્યું હતું. ફરીથી પ્રધાનજીને કયાં ઘરે આવવું હતું કે ધર પણ રાખે?
હવે ચતુરસાગરની આંખ ઉઘડી કે-“સ્ત્રીઓ નિબળ નથી પણ સબળ છે. હું માનતા હતા કે બાયડીએથી શું થઈ શકે? પણ જે પુરૂષથી ન થાય તે સ્ત્રીઓ કરે છે શેર ઉપર સવાશેર મળી તો ખરી જ.” મંત્રી આજ દિવસ સુધી “મારા જેવો કઈ નથી” એમ અભિમાનથી છાતી કાઢી ચાલતું હતું તે આજે નિરાભિમાની બની લાચારી ભગવતે બની ગયો. આડોશી પાડોશી પૂછવા લાગ્યા- “અરે પ્રધાનજી ! ઘર કેમ વેચી નાખ્યું ? બાયડી-છોકરાંને ક્યાં મોકલી દીધાં? અને આમ ઉદાસ થઈ કેમ ફરો છે?” બિચારે શું ઉત્તર આપે? છતાં પિતાને બચાવ તે કરવો જોઈએ. તેથી પ્રધાન બે -“પૈસાની જરૂર પડવાથી ઘર વેચવું પડયું. વળી છોકરાંઓએ મોસાળ આજ દિવસ સુધી જોયું ન હતું અને ઘરવાળી પણ કેટલાય વર્ષ થયાં પીયર ગઈ ન હતી એના ભાઈના અવાર નવાર