________________
૯૭
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું આ રાજ્યની ફરીથી મને પ્રાપ્તિ થઈ તે આ મહાસતીને પ્રભાવ છે.”
હે ભાઈઓ ! આ ઉપરથી આપણે સમજવું જોઈએ કે, બાળપણથી કેળવાયેલી બાળાઓ ભવિષ્યમાં ગુણમંજરીની જેમ કેવાં ઉત્તમ કાર્યો કરી શકે છે. અને પિતૃપક્ષ તથા શ્વસુરપક્ષને કેવાં ઉવલ બનાવે છે, તો તમારી ફરજ છે કે, પુત્રની જેમ પુત્રીઓને પણ સશિક્ષણ આપી તૈયાર કરવી. જોઈએ. કેટલાક વખતથી સ્ત્રીઓ માટે પુરૂષની અવળી દષ્ટિ થઈ છે.
(૧) સ્ત્રી પુરૂષ કરતાં શરીર અને બુદ્ધિની શક્તિમાં ઉતરતી છે. તે અબળા, નરકની ખાણ, દુષ્ટ સ્વભાવની, ચંચલ, દાસી અને અવિશ્વાસ પાત્ર છે, તેનું રક્ષણ અને પોષણ પુરૂષે જ કરી શકે છે.
(૨) સ્ત્રી એ પુરૂષની છાયામાત્ર છે, તેને ધર્મ માટે ભાગે પતિવ્રત્યમાં સમાપ્ત થાય છે.
(૩) સ્ત્રી ગૃહ કાર્યને માટે જ સરજાએલી છે.
(૪) સમાજમાં અને કુટુંબમાં સ્ત્રી કરતાં પુરૂષનું મહત્વ ઘણું વધારે છે.
આવા પ્રકારની તમારી અવળી બુદ્ધિને ફેંકી દષ્ટિથી સ્ત્રી જાતિનું વ્યક્તિત્વ એક વખત સારી રીતે વિકસેલું હેવા છતાં આ યુગમાં તદ્દન નીચું ગયેલું છે. આ યુગના બે મહાન સિદ્ધાતે સમાનતા અને સ્વતંત્રતા ગણાય છે, અને સમાજ જીવનના