________________
૧૦૦ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું કચડી નાખવામાં આવી છે, તેથી પુરૂષના જેટલી અનુકૂળતા આપવાથી પણ કદાચ સ્ત્રીને વિકાસ તુરત આપણે પૂરત ન જોઈ શકીએ. સ્ત્રીઓને પુરૂષ જાતિએ જે અન્યાય કર્યા છે તે ભરપાઈ કરવાને માટે તે પુરૂષના કરતાં પણ ઘણું વિશેષ પ્રમાણમાં સ્ત્રીઓને તેમના વિકાસ માટે અનુકુળતા કરી આપવી જોઈશે. અને ત્યારે જ તમે સ્ત્રીમાં રહેલી શક્તિને યથાર્થ અનુભવ કરી શકશો. જ્યાં જ્યાં સ્ત્રીઓને વિકાસ માટે યોગ્ય સ્વાતંત્ર્ય મળ્યું છે ત્યાં ત્યાં એકેય ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીઓએ પિતાનો પ્રભાવ ન પાડે હેય માટે સ્ત્રીઓને વ્યવહારિક શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ સંપૂર્ણતાએ આપવાની આવશ્યકતા છે, તે જ પૂર્વની મહાસતીઓની કેટીએ પહોંચી શકશે, અને ગૃહસ્થાશ્રમ સ્વગય બનશે. માટે હું પુરૂષ વર્ગને સૂચવું છું કે વિના કારણે ગેરસમજથી સ્ત્રીઓનો અનાદર ન કરશે તે કુસંપથી કારાગાર સરખો થયેલો તમારો સંસાર સદૂ જ્ઞાનથી અને સુસંપ વધવાથી સ્વગય બનશે તેમાં જરાએ શંકા નથી. પતિ અને પત્નીએ એક બીજા પ્રત્યે કેવી રીતે વર્તવું! વિગેરે માર્ગો સમજી લેવા જોઈએ. પત્ની પતિને દેવ તરીકે અને પતિ પત્નીને દેવી તરીકે માનની દષ્ટિથી જોશે તો હું માનું છું કે તેઓને ગૃહસ્થાશ્રમ સુખમય નીવડશે સુષુ કિ બહુના?
સમજુ સમજે સાનથી, મૂકી દેતા હઠ,
શહ શઠતા છેડે નહિ, લાગે સે કદિ લઠ્ઠ. ૧ હવે હું મૂળ વાત ઉપર આવું છું.