________________
૧૨ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૫ મું વિરસેન રાજાને વધામણી આપી કે હે સ્વામીન ! આપના ઉદ્યાનમાં પૂર્ણ ચંદ્ર મુનીશ્વર પધારેલા છે. તે સાંભળી અત્યંત હર્ષ પામેલ વીરસેન રાજા વન પાલકને ઘણું દાન આપી ચતુરંગી સેના સજ્જ કરી પરિવારથી યુક્ત બની ગુરુ મહારાજને વંદન કરવા નીકળ્યો. પાંચ અભિગમ સાચવી ગુરુ મહારાજને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કરી ગ્ય સ્થાને બેઠે. ગુરુ મહારાજે પણ ધર્મ લાલરૂપી આશિષ આપી કર્મરૂપ પાણીને શેષાવનારી ધર્મ દેશના આપી. દેશનાંતે વીરસેન રાજાએ બે હાથ જોડી વિનય સહિત પૂછયું- હે પરમતારક ગુરુવર્ય! ક્યા કર્મને લઈ મારે મહિના સુધી ભિખારીની જેમ એકકિપણે ભટકવું પડ્યું ? અને દેવી ગુણર્ણજરી પર આટલી આફત આવી? વળી ક્યા સુકૃત વડે સર્વ વિનમાંથી બચી શકી, તેમજ સર્વ ઈચ્છિત સંપત્તિઓ મળી?
પ્રકરણ ૧૫ મું વીરસેનકુમારના પૂર્વભવનું વૃત્તાંત ચાર જ્ઞાનને ધારણ કરનારા મુનીશ્વરે જણાવ્યું-“કે રાજેન્દ્ર ! તમારા પૂર્વ ભવને તમે સાંભળે. આ ભરતક્ષેત્રને વિષે સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. તે નગરમાં મહેન્દ્રસેન રાજા રાજ્ય કરતો હતો, અને તેને મહિમાવતી નામે પટ્ટરાણી હતી. તે બન્ને જૈન ધર્મના ઉપાસક હતા, છતાં એક વખત પરિણામની વિચિત્રતાને લઈ જૈન મુનિને ગોચરીએ ફરતા જોઈ મનમાં ષ લાવી તે મુનિને બાર ઘડી સુધી પિતાના મહેલમાં પૂરી રાખ્યા, અને ગુરુથી વિગિત કરી