________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું વીરસેન નામને ધારણ કરતી ગુણમંજરી પોતાના પતિને ઓળખી આનંદિત થઈ પછી હજામને બોલાવી પતિની * હજામત કરાવી પછી દાસ-દાસીઓ દ્વારા તેને ન્યુવરાવી સારાં કપડાં આભૂષણે પહેરાવી ખાન-પાનાદિ વડે ઉત્તમ પ્રકારે પતિની સેવા કરાવતી ગુણમંજરીએ વીરસેનકુમારને એક જુદા મહેલમાં રાખે; અને બીજા બઘાને જેલમાં પૂરી દીધા એક માસ થતાં વિરસેનકુમારનું શરીર બરાબર થઈ ગયું.
ત્યારબાદ પુરૂષ વેષને ધારણ કરનારી ગુણમંજરીએ એકાંતમાં જઈ પિતાના સ્ત્રી વેષનાં કપડાં પહેરી ભેળે શણગાર સન્યા. પછી દાસી મારફતે વીરસેન કુમારને ખાનગી રીતે મહેલમાં તેડાવી રત્નજડીત સિંહાસન પર બેસાડી પિતે ત્યાં આવી પતિના ચરણે પોતાનું મસ્તક નમાવ્યું. કુમાર એકાએક ગુણમંજરીને જોતાં જ તેને ભેટી પડે.
ત્યાર પછી રાજપુત્રી રતિસુંદરીને ત્યાં બેલાવી, રતિસુંદરી - ત્યાં આવી. આ બંને પતિ-પત્નીને જોતાં જ ચક્તિ થઈ ગઈ, અને વિચારવા લાગી – “અરે ! મારા પતિ કયાં ગયા? અને આ બંને કેણ છે?' એ પ્રમાણે તેને જોઈ ગુણમંજરીએ રતિસુંદરીનો હાથ પકડી પોતાની પાસે બેસાડી કહેવા લાગી બહેન ! આપણે બન્નેના પતિ આ છે, માટે તું જરા પણ દીલગીર થઈશ નહિ, અને સાવધાન થઈ અમારી સર્વ હકીક્ત તું સાંભળ.” પછી વીરસેનના પૂછવાથી ગુણમંજરીએ સનીના ઘરેથી નીકળી આજ દિવસ સુધી શું શું થયું તે સર્વ કહી સંભળાવ્યું. હવે તે ગુન્હેગારને કેવી રીતે