________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું ભાર ઉતારવા આવ્યું છે, તે હવે સાનમાં સમજી રાજય છોડી ચાલ્યો જા, અથવા મારી સામે લડવા તૈયાર થા, દૂતનાં આવાં વચન સાંભળી કે ધાતુર થઈ સિંહગુપ્ત એકદમ બોલી ઉઠયે-અરે દૂત ! જા તારા રાજાને કહેજે કે, બાળક જાણું તારા ઉપર દયા લાવી તે વખતે જીવત રાખ્યું હતું. પણ હવે તું પિતે જ સૂતેલા સિંહને જગાડવા તૈયાર થયા છે. તે તેનાં ફળ ભેગવજે. હું તારી સાથે યુદ્ધ કરવા તૈયાર છું, અને તું પણ તૈયાર થજે.' એમ કહી દૂતને વિસર્જન કર્યો.
પ્રકરણ ૧૩ મું સિંહગુપ્ત રાજાને પરાજય અને વીરસેનકુમાર [ગુણમંજરી]ને રાજ્યાભિષેક અને સ્વપતિ મિલન
પછી ચતુરંગી સેના લઈ સિંહગુપ્ત રાજા બહાર નીકળે. આ બાજુ ગુણમંજરી પણ લડવા માટે તૈયાર થઈ, અરસ પરસ યુદ્ધ જામ્યું. થોડીવારમાં જ સિંહગુપ્ત રાજા હારી ગયો, કારણ કે સર્વ સૈનિકોને ગુણમંજરીએ પિતાને વશ કરી લીધા હતા તેથી બધા તેણીની તરફેણમાં હતા. હાલ સિંહગુપ્ત રાજા જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટયો. કુમારની
છતથી આનંદ મંગળ વર્તા. અનેક વાજિંત્રના નાદ સાથે વીરસેનકુમાર (ગુણમંજરી) ને હાથી ઉપર બેસાડી મેટા ઉત્સવથી નગરવાસી લેકે તથા પ્રધાન પુરૂષોએ નગરમાં પ્રવેશ કરાવી કુમારને રાજ્યાભિષેક કર્યો. વીરસેન. (ગુણમંજરી) રાજ્યાસને આવતાં લેકેના આનંદને પાર રહ્યો નહિ. સર્વનાં દુઃખ-સંકટોને સાંભળી કુમાર તે સર્વ અગવડે દૂર કરી પ્રજાનું સારી રીતે રક્ષણ કરવા લાગ્યો.