________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું - ત્યાર પછી એક દિવસે એક ચિત્રકારને એકાંતમાં લાવી ગુણમંજરીએ સ્ત્રી વેશ પહેરી પિતાને ફેટો ચીતરાવ્યું, અને હોંશીયાર સુભટને બોલાવી પોતાની છબી આપી કહ્યું–જે કોઈ આ ફેટાને ઓળખે તેને તમારે પકડી અહિંયા લાવવા એ પ્રમાણે ભલામણ કરી છે જે ગામમાં પોતે ગઈ હતી, અને સપડાઈ હતી તે તે ગામમાં સુભટોને મોકલ્યા.
હવે કપિલપુર નગરના બજારમાં ફોટો લઈ સુભટે બેઠા. છે. ત્યાં વીરસેનકુમાર ગુણમંજરીના પોકાર કરતે ફાટયા-તૂટ્યા, કપડા જેના શરીર ઉપર રહેલા છે, દાઢી અને માથાના વાળ જેના વધી ગયા છે, એ બેહાલ સ્થિતિમાં ત્યાંથી નીકળે. તેની નજર પેલા ફેટા ઉપર પડી કે તુરત ઓળખીને આત મારી સ્ત્રી ગુણમંજરી' એમ કહેતે ફેટાને વળગી પડે સુભટોએ પૂછયું – “શું તું આ સ્ત્રીને ઓળખે છે?' વરસેન – હા, એ તો મારી સ્ત્રી છે, પછી સુભટોએ તેને પકડી સુરપુર મેલી દીધે. ડીવાર પછી પેલે દુષ્ટ સેની પણ બજારમાં આવ્યું, ને ફેટાને જોઈ બોલી ઉઠ – અરે ! આ તે પેલી સ્ત્રી કે જે મારાં બધાં કિંમતી આભૂષણે લઈ ગઈ છે. આ પ્રમાણે બેલતા તે સનીને પણ પકડી સુરપુર નગરમાં પહોંચતે કર્યો. તેવી જ રીતે ગામે ગામ ફરતા. નવીનપુરથી મંછલા ચારને, ત્રંબાવટીથી ધનદત્ત શ્રેષ્ઠીને કપિલપુરથી ચતુરસાગર મંત્રીને અને ચાર ચેરે એ બધાને. પકડી વીરસેનકુમારનું નામ ધરીને રહેલી ગુણમંજરીને સેપ્યા.